________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨ ૨૩ પુસ્તકના લેખકશ્રીએ પણ પોતાની વાતો નિરાધાર બની જાય - ઉપેક્ષણીય બની જાય એવી ઘણી સાક્ષીઓ મૂકી દીધી છે. જે આપણે અનેક સ્થળે જોઈ છે.
(૫) અહીં યાદ કરાવવું જરૂરી છે કે, એ બંને મહાપુરુષોએ ક્યારેય સ્વપ્નાદિકની ઉછામણીનું દ્રવ્ય કલ્પિત દેવદ્રવ્ય છે અને શ્રાવક દેવદ્રવ્યથી જિનપૂજા કરી શકે” – આવી પ્રરૂપણા કરી નથી કે સત્તાવાર નિર્ણય જાહેર કર્યો નથી.
મુદ્દા નં-૧૫: (પેજ નં. ૧૬૭)
વળી, પૂજ્યપાદ આગમોદ્ધારક સાગરાનંદસૂરિ મહારાજ સાહેબનાં આગમ જ્યોત પુસ્તક બીજું પેજ નં. ૨૬-૨૭ ઉપર તો મહાપુરુષે એ આશયનું લખાણ સ્પષ્ટ જણાવ્યું છે કે “જિન મંદિરના પૂજારી કોઈ ગૃહસ્થના છોકરાને તેડીને ફરવા માટે રાખ્યો નથી. જો તેને જિન ભક્તિ માટે રાખવામાં આવ્યો હોય તો તેને દેવદ્રવ્ય (કલ્પિત)માંથી પગાર આપી શકાય. કેમકે જિનભક્તિ માટે જે એકઠું કરેલું (કલ્પિત) દ્રવ્ય છે, તેમાંથી જિન ભક્તિ કરતા પૂજારીને પગાર આપવામાં દેવદ્રવ્યનાં ભક્ષણનો સવાલ આવતો જ નથી. જો જિન ભક્તિ માટે બનાવાતા ચૈત્યનાં આરસ હીરા, મોતી, ઈટ, ચુનો વગેરેની ખરીદીમાં દ્રવ્યની રકમ અપાય છે તો માળી પૂજારીને કેમ ન અપાય? આવી બાબતમાં દેવદ્રવ્યનું તમે પૂજારીને ભક્ષણ કરાવી દો છો. એમ કહેનારા કેટલા મૃષાવાદી ગણાય?”
સમાલોચનાઃ (૧) કલ્પિત દ્રવ્યમાંથી જૈનેતર તો શું જૈન પૂજારીને પણ પગાર આપી શકાય છે અને તે કલ્પિત દ્રવ્ય જિનમંદિરના જીર્ણોદ્ધારમાં વપરાય, તેની કોણ ના પાડે છે? પરંતુ આ કલ્પિત દ્રવ્યની વ્યાખ્યા સંબોધ પ્રકરણમાં જે રીતે કરી છે, તે રીતે ધન આવેલું હોય તો થાય, બાકી ધાર્મિક વહીવટ વિચારમાં જે કલ્પિત દ્રવ્યની વ્યાખ્યા છે, તેને કલ્પિત દ્રવ્ય કહેવું, એ કલ્પિત દેવદ્રવ્યની પૂજય હરિભદ્ર સુ.મ.ની વ્યાખ્યાનું અપમાન છે.
(૨) અહીં ઉલ્લેખનીય છે કે, આ આગમ જ્યોતનાં જ સંપાદક પૂ.