________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨ ૨૧
- અમદાવાદમાં સાધારણ ખાતા માટે ઘર દીઠ દર સાલ અમુક રકમ લેવાનો રીવાજ છે, જેથી કેશર, સુખડ, ધોતીયા વગેરેનો ખર્ચ થઈ શકે છે. એવી યોજના અથવા દરસાલ ટીપની યોજના કાયમ ચાલે તેવી રીતે શક્તિ પ્રમાણે થઈ જાય તો સાધારણમાં વાંધો આવે નહિં.
પણ સુપનની ઉપજ લઈ જવી એ તો કોઈ રીતે ઉચિત લાગતું નથી. તીર્થકર દેવને ઉદ્દેશીને જ સ્વપ્નાં છે અને તેથી તે નિમિત્તનું દેવદ્રવ્યમાં જવું જોઈએ.
“ગપ્પ દીપિકા સમીર” નામની ચોપડીમાં પ્રશ્નોત્તરમાં પૂજ્ય સ્વ. આચાર્યદેવ વિજયાનંદસૂરિજીનો પણ એવો જ અભિપ્રાય છપાયેલો છે. સર્વેને ધર્મલાભ જણાવશો.
એ જ દ: હેમંતવિજયના ધર્મલાભ.
(૨) બાકી લેખકશ્રીએ જણાવેલા ઠરાવ અંગેની સાચી હકીકત આ મુજબ છે -
એ લાલબાગનો ઠરાવ વિ.સં. ૧૯૫૧માં થયો હતો. તેની ખબર (જાણવા મળ્યા મુજબ) વિ.સં. ૧૯૬૫માં પડી હતી. તે ખબર પડતાં શેઠ શ્રી જેઠાલાલ ચુનીલાલ, શ્રી કેશવલાલ મોતીલાલ અને શ્રી શાંતિલાલ સોમચંદ (ભાણાભાઈ) એ અરજી કરી તે ઠરાવ રદ કરાવ્યો હતો અને તે દરમ્યાન જે રકમ દેવદ્રવ્યની વપરાઈ ગઈ હતી, તે રકમ દેવદ્રવ્યમાં ભરપાઈ કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ઠરાવાદિની વિગતની ઉંડાણથી ચર્ચા કરનારા ધા.વ.વિ.ના લેખકશ્રીને એ વિષયની સાચી હકીકત જાણવા ન મળી હોય તે બનવા જોગ નથી. તદુપરાંત, એ ઠરાવમાં લખેલી વિગત પણ સંગત ન હતી. તે સંબોધ પ્રકરણનાં પાઠ સાથે મેળવવામાં આવે તો ખ્યાલ આવે. આવા અસંગત લખાણમાં પૂજયપાદ પ્રેમસૂરિદાદાની સંમતિ મૂકવી, તે તેઓશ્રીની આશાતના નથી તો શું છે !