SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) એવી રીતે ત્રીશ વર્ષ સુધી ઉપદેશ આપ્યા પછી અન્ત તિવાન રાજાના રાજ્યમાં પાવાપુરીમાં એમણે દેહ ત્યજ્ય ને નિર્વાણ પામ્યા. મહાવીરના જીવનકાળ સબધે કશે નિર્ણિત મત આપી શકાતું નથી, કારણ કે એમના નિર્વાણ વર્ષ માટે જેનોમાં જ મતભેદ છે. સામાન્ય મત એ છે કે ઈ. પૂ. પર૭ માં એ નિર્વાણ પામ્યા. ફ્રેમના વાળને મતે મહારાજા ચન્દ્રગુપ્તના રાજ્યારોહણ (પ્રસિદ્ધ ઈતિહાસ પ્રમાણે છે. પૂ. ૩રર અથવા ૩૨૧) પૂર્વે ૧૫૫ મે વર્ષે નિર્વાણ પામ્યા; તે ઉપરથી યાકેબીએ નિર્ણય આપે કે એ પ્રસંગ ઈ. પૂ. ૪૭૭ અથવા ૪૭માં બન્યું હોવો જોઈએ (હેમચન્દ્ર ચન્દ્રગુપ્તના રાજ્યારોહણનું વર્ષ કઈ બીજું લીધું હોય એમ સ્વીકારીએ તે ૪૬૭ની પૂર્વે) બદ્ધ ગ્રંથમાં જણાવ્યું છે કે ગોતમ બુદ્ધના દેહત્યાગ પૂર્વે કેટલેક વર્ષે નિપાંચ નાતપુત્તને દેહત્યાગ થયું હતું, એ પ્રમાણે આશરે ૪૭૭નું વર્ષ લઈ શકાય; એ સંબંધના યુરોપિયન સંશેધનના અભિપ્રાય પણ એકસરખા નથી; આમ જૈન ધર્મના ઇતિહાસને આ અતિ મહત્ત્વને પ્રસંગ ખરેખરી રીતે ક્યારે બન્યા એના સમ્બન્ધમાં હજી કંઈ પાકે નિર્ણય થયું નથી.* મહાવીર સમ્બન્ધ આપણે જે જાણીએ છીએ, તે ઉપરથી મહત્ત્વની હકીકત તો એ મળી આવે છે કે એ મહાપુરૂષ હતા અને એમણે તે સમયના પુરૂષો ઉપર પોતાના માનસિક અને આધ્યાત્મિક બળે બહુ ગભીર પ્રભાવ પાડયો હતો. એમના સમયમાં જે જે પ્રશ્નો ઉઠેલા તે સર્વે ઉપર એમણે પ્રબળ અને ગમ્ભીર વિચાર કરેલ, અને બધા કોયડા ઉકેલવાના પ્રયત્નો કરેલા. એમની આસપાસની સૈ વાતેની સ્પષ્ટતા કરવા માટે, પૃથકકરણ કરવા માટે ને નિરાકરણ કરવા માટે તે સમયે એમની ખાસ આવશ્યક્તા હતી. સંઘની વ્યવસ્થિતિ કરવા માટેના એમના પ્રયત્ન અને એમની દીર્ધદષ્ટિને કારણે એ સમ્પ્રદાય સ્થાપી શકયા. પિતાના ઉપદેશમાં એમણે ઈહલેક અને પરલેક વિષે સ્પષ્ટ પરિસ્ટ્રેટન આપ્યું છે. સંસાર જીવનમાં પ્રાપ્ત થયેલી
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy