SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૭) કલ્યાણુજનક વૃષ્ટિને લીધે પૃથ્વી ઉપર વનસ્પતિ ખીલે છે ને ભવ્ય બને છે. મનુષ્ય ગુફામાંથી નીકળે છે, લીલોતરીથી આનન્દ પામે છે ને હર્ષઘેલે થાય છે. હવે માછલાં ને કાચબા ખાવા છેડી દે છે અને વનસ્પતિને આહાર કરવા માંડે છે. કાળ વહેતાં કેઈકેઈને પૂર્વભવનું મરણ થાય છે અથવા દેવ શીખવે છે, તેથી અગ્નિને ને રાંધવાની કળાને ઉપયોગ કરે છે, વસ્ત્ર પહેરે છે, ઘર ને ગામ બાંધે છે, રાજ્ય સ્થાપે છે, ન્યાયસંસ્થાઓ સ્થાપે છે. ટૂંકમાં અશુભાશુભ દુઃષમદુઃષમા અરમાં જે બધાને લેપ થઈ ગયું હતું, તેને પાછા ફરી ઉપયોગ કરતાં શીખે છે. દિનપ્રતિદિન બધું શુભ થતું જાય છે. મનુષ્યનું આયુ ૨૦ થી ૧૨૦ વર્ષ સુધીનું, તેનું શરીરપરિમાણ ૨ થી ૭ હસ્ત સુધીનું થાય છે. ૩ દુષમસુષમા દુષમાનાં ૨૧૦૦૦ વર્ષ પુરાં થતાં દુઃષમસુષમા બેસે છે, તેમાં મનુષ્યનું આયુ ૧ પૂર્વકેટિ સુધીનું અને શરીર પરિમાણ ૫૦૦ ધનુષ સુધીનું થાય છે. આ અરમાં ૨૩ તીર્થકર, ૧૧ ચક્રવતી, ૯ બલદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવ જન્મે છે. એકંદરે એ અર ૧ કોટાકોટિ સાગરોપમમાં ૪ર૦૦૦ વર્ષ ઓછો એટલો કાળ ચાલે છે. ૪ સુષમદુષમા આ સુષમદુઃષમા અર ૨ કેન્ટિકેટિ સાગરેપમ ચાલે છે ને તેમાં મનુષ્ય પાછાં જેડકે અવતરવા માંડે છે. એમનું આયુ ૧ પાપમ સુધીનું ને શરીરપરિમાણ ૧ ગાઉ સુધીનું થાય છે. પાછાં ફરી ઉગેલાં કલ્પદ્રુમનાં ફળને ઉપભેગ કરે છે. સુષમાદષમાના પ્રારંભમાં ૨ શલાકાપુરૂષ (૨૪મા તીર્થકર અને ૧૨માં ચકવર્તી) જન્મે છે. એમના નિર્વાણ પછી યુગલિયાઓમાં કષાય ઘટે છે. જ્ઞાન એટલું સર્વસામાન્ય થાય છે કે પછી ગુરૂની જરૂર રહેતી નથી. ૫ સુષમા સુષમાં અર ૩ કટિકટિ સાગરેપમ ચાલે છે. મનુષ્યનું આયુ
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy