SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૧૬) પ્રચણ્ડ ને અસહ્ય હશે કે ત્યારે એનાથી બહાર નીકળાશે નહિ. અતિશ્રમે એ માછલાં ને કાચબા પકડશે, કારણ કે એ જ એની આહારસામગ્રી હશે. તાજા માછલાં પચાવવાં અને કઠણ લાગશે, તેથી થાડાક વખત રેતીમાં ડાટીને રહેવા દેશે ને પછી કાચાં જ ખાશે; કારણ કે તેની પાસે અગ્નિ હશે નહિ, તેથી તે પેાતાને આહાર રાંધી શકશે નહિ. મનુષ્ય મરશે ત્યારે કાં તા નરકે જશે, કાં તા તિર્યંચૈાનિમાં જન્મશે. કેટલાકના મત એવા છે કે અવસર્પિણીના પાંચમા આરાને અન્તે મહાપ્રલય થશે. ૪૯ દિવસ ( સાત જાતના ૭–૭ દિવસ ) સુધી વરસાદ વરસશે, તે બધાને નાશ કરી નાખશે, ત્યારપછી પાછી ઉત્સર્પિણી બેસશે ને સા સ્થિતિ ધીરે ધીરે શુભ થતી જશે. ભાવી ઉત્સર્પિણી અને તેમાં થનારા તીર્થંકરો. ૧ દુષમદુષમા. પાછલી અવસર્પિણીના છેલ્લા આરાના અન્ત થતાં જ આ નવી ઉત્સર્પિણીના પહેલા આરાના આરંભ થાય છે. તે અર અને આ અર વચ્ચે એ તફાવત છે કે હવે સા સ્થિતિ ધીરેધીરે શુભ થતી જાય છે અને તે પ્રમાણે મનુષ્યનું શરીરપરિમાણુ પણ ૧ થી ૨ હસ્તનું થાય છે અને આયુ ૧૬ થી ૨૦ વર્ષનું થાય છે. એ અર ૨૧૦૦૦ વર્ષના હાય છે, તે પૂરા થતાં તેની પછીના અર ૨ દુઃખમા. બેસે છે આ દુઃષમા અરના આરમ્ભમાં અનુક્રમે પાંચ જાતિના મેઘ દેખાય છે, તે ૭ દિવસ ને છ રાત વરસે છે. પ્રથમ પુષ્કરાવ મેઘ વેરાન પૃથ્વીને અમૃતથી સીંચે છે અને તેને ફળદ્રુપ બનાવે છે. ત્યારપછી ક્ષીરમેઘદૂધ જેવું સુન્દર પાણી વરસાવે છે. ત્યાર પછી ધૃતમેઘ જમીનને ચીકણી મનાવે છે અને અમૃતમેધ ખીજેમાંથી વિવિધ પ્રકારના વેલા ને વૃક્ષ ઉગાડે છે, અન્તે રસમેઘ બધી વનસ્પતિમાં પાંચ પ્રકારના રસ મૂકે છે,
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy