SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૮) ૨ પલ્યોપમ સુધીનું અને એનું શરીર પરિમાણ ૨ ગાઉનું થશે. એ વિલાસમાં અને આનન્દમાં રહેશે. ૬ સુષમભુષમા આવતી ઉત્સપિને એ છેલ્લો અર ૪ કટિકેટિ સાગરેપમ ચાલશે. જગતની સ્થિતિ શુભતમ થશે. મનુષ્ય ૩ પોપમ આવશે અને એનું શરીર પરિમાણ ૩ ગાઉનું થશે. એ અરને નિર્ણિત કાળ પૂરે થશે એટલે તેની સાથે ઉત્સર્પિણી પણ પૂરી થશે. ત્યારપછી પાછે અવસર્પિણીને આરંભ થશે, અને તેની સાથે સુષમસુષમાને આરંભ થશે. એના પછી બીજો અર થશે. એમ કરતે કરતે અશુભતમ અર આવશે ને તેની સાથે અવસર્પિણીને પણ અન્ત આવશે. ત્યારપછી ઉસર્પિણી, ત્યારપછી અવસર્પિણ અને એ પ્રમાણે અનંત કાળ સુધી ચાલ્યું જશે. આપણી વર્તમાન અવસર્પિણની પછી ઉત્સર્પિણ આવશે. તેમાં પણ શલાકાપુરૂષ જન્મશે, તેમનાં જીવનચરિત્ર પણ આપણા શલાકા પુરૂષને મોટે ભાગે (પૃ. ૨૫ર થી) મળતાં હશે. જૈન ગ્રન્થમાં એ શલાકા પુરૂષનાં નામ આપેલાં છે, એટલું જ નહિ પણ આપણી અવસર્પિણના ક્યા પુરૂષે એ ઉત્સર્પિણીમાં કયા શલાકા પુરુષરૂપે અવતરશે એ હકીકત પણ આપી છે. અહીં તે વેતામ્બરમત અને દિગમ્બરમતે આવતી ઉત્સપિ ણીના તીર્થકરોનાં જ નામ ગણાવીને સન્વેષ લઈશ. (દિગમ્બર તીર્થકરેનાં નામ કેસમાં મૂકીશ.૧ પદ્મનાભ (મહાપઘ'), ૨ શરદેવ (સુરદેવ ), સુપાર્શ્વ, ૪ સ્વયંપ્રભ, પ સર્વાનુભૂતિ (સર્વાત્મભૂતિ) ૬ દેવશ્રુતિ (દેવપુત્ર), ૭ ઉદય (કુલપુત્ર), ૮ પેઢાલ (ઉંદક), ૯ પિટ્ટિલ (પ્રષ્ટિલ), ૧૦ શતકીતિ (જયકીતિ), ૧૧ સુવ્રત (મુનિસુવ્રત), ૧૨ અમમ (અરનાથ), ૧૩ નિષ્કષાય ( નિષ્પાપ), ૧૪ નિપુલાક (નિષ્કષાય), ૧૫ નિર્મમ (વિપુલ), ૧૬ ચિત્રગુપ્ત ( નિર્મલ), ૧૭ સમાધિ (ચિત્રગુપ્ત), ૧૮ સંવર (સમુદ્રગુપ્ત), ૧૯ યશધર (સ્વયંભર),
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy