SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૫) તીર્થકર વગેરેની યાદી જૈન ગ્રન્થ આપે છે; એ સર્વેના નામ આપે છે, એટલું જ નહિ પણ ગઈ અવસર્પિણમાં કે ઉત્સપિણુંમાં જે જે થઈ ગયા અને આવતીમાં જે થવાના છે તે સૌનાં પણ નામ આપે છે. વિવિધ ક્ષેત્રમાં એક જ કાળે થતા શલાક પુરૂષેની સંખ્યા વિશે કલ્પનાઓ કરવામાં આવી છે. એ વાત મહત્ત્વની છે કે એક જ કાળે મનુષ્ય લેકના ૨ દ્વીપમાં વધારેમાં વધારે ૧૭૦; ઓછામાં ઓછા ૨૦ તીર્થકર થાય છે. વધારેમાં વધારે આ પ્રમાણે છે–જબૂદ્વીપમાંના ૧, ધાતકીખંડમાંના ૨, અને મનુષ્યવતી ! પુષ્કરખંડમાંના ૨-એ રીતે ૫ ભરતવર્ષ માં એકેક, એટલે એકન્દરે ૫; ભરતવર્ષની પેઠેના ૫ એરવતમાં એકેક, એટલે એકન્દરે ૫; તેવીજ રીતના ૫ વિદેહના બત્રીશ બત્રીશ વનય (પ્રાન્ત) એટલે એકંદરે ૩૨૫=૧૬૦ વિજયમાં એકેક, એટલે ૧૬૦; એકન્દરે પ+૫+૧૬૦–૧૭૦ ઓછામાં ઓછા આ પ્રમાણે છેજમ્બુદ્વીપમાં ૧, ધાતકખંડમાં ૨ અને પુષ્કરદ્વીપમાં ૨ મળીને પ મહાવિદેહમાં ચાર ચાર એટલે એકન્દરે ૨૦, એજ પ્રમાણે જઘન્ય ને ઉત્કટે શલાકાપુરૂષ જન્મે છે. એક જ સમયના શલાકાપુરૂષે એકમેકને જાણે છે, એવું વર્ણન જ્ઞાતાધર્મયામાં આપેલું છે, અને એમાં આપેલા વર્ણન પ્રમાણે જમ્બુદ્વીપના વાસુદેવ કૃષ્ણ અને ધાતકીખંડના વાસુદેવ શાંતિ એકમેકના શંખ લવણસમુદ્ર પાર સાંભળે છે. જૈન ગ્રન્થમાં ભરતવર્ષના જ ને વર્તમાન અવસર્પિણીના જ શલાકાપુરૂષનું વિગતવાર વર્ણન છે. ભારતવર્ષના ઇતિહાસ વિષે બહુ વિસ્તારથી લખાયું છે, જેનોએ જગના ઈતિહાસ વિષે બહુ ઓછું લખ્યું છે. ઘણું ખરા તીર્થકરોનાં તેમજ બીજા શલાકાપુરૂષનાં જીવનચરિત મોટે ભાગે એક જ પ્રકારનાં હોય છે. પૃ. ૨૫૩ થી વર્ણવ્યું છે તે જ પ્રકારે એ સૈા જીવનચરિત ઘણે ભાગે એક જ સરખાં હોય છે, તે વારંવાર એના એજ રૂપમાં વર્ણવવામાં આવે છે, અને દરેકમાં કંઈ વિશેષતા હોય તે તે જણાવવામાં આવે છે. - જેનોને પિતાને પણ અમુક અમુક પુરૂષનાં જીવનચરિત બીજાના ૩૪.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy