SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬૪) ગરૂડનુ ચિન્હ હાય છે. એમનાં ૭ આયુધ છેઃ ૧ પંચજન્ય શંખ. એ શંખને એજ વગાડી શકે, ૨ સુદર્શન ચક્ર, ૩ કોમેાકી ગદા, ૪ સારૂં ધનુષ, ૫ નન્દક ખડગ, ૬ વસન્તકુસુમની વનમાલા અને ૭ કાન્તુભમણિ. દિગમ્બરને મતે ૧ ધનુષ, ૨ શ ંખ, ૩ ચક્ર, ૪ ખડ્ગ, ૫ દંડ, † શક્તિ અને ૭ ગદા. પ્રતિવાસુદેવ બળવાન પણ દુષ્ટ રાજા છે. એમને જન્મ થવાના હાય છે ત્યારે એમની માતા એકથી ચાર સુધી સ્વપ્ન જુએ છે. મળદેવ અને વાસુદેવ ભાઇપણે જ અવતરે છે અને એકમેક ઉપર અત્યંત સ્નેહ રાખે છે, એ બનેને પ્રતિવાસુદેવ સાથે વેરભાવ હાય છે. પ્રતિવાસુદેવ ભરતવના મોટા ભાગ જીતી લે છે અને અ ચક્રવતી બનીને પેાતાને તાબે થવાનુ વાસુદેવને કહેવરાવે છે. આથી અથવા એવીજ મીજી કેાઇ માંગણીથી વાસુદેવ કોધે ભરાય છે, તેની સાથે યુદ્ધ માંડે છે અને અન્તે તેને મારી નાખે છે. પ્રતિવાસુદેવ પેાતાના પાપકર્મીનું ફળ ભોગવવા નરકમાં પડે છે. ત્યારપછી વાસુદેવ અ—ચકવી બનીને દીઘ કાળ સુધી સુખે રાજ્ય કરે છે અને પેાતાની ઘણી સ્ત્રીઓ સાથે બધા ભૌતિક વિલાસ ભાગવે છે. અન્તે તે પણ મરણ પામે છે અને યુદ્ધાદિકમાં એમણે જે પાપકર્મોનાં બંધન ખધેલા હાય છે તેને પરિણામે એ નરકમાં પડે છેઃ એમના પવિત્ર ભાઇ મલદેવ, વાસુદેવના મૃત્યુ પછી એટલે ખેદ કરે છે કે તેમને ત્યારપછી સંસારમાં કશે। આનંદ લાગતા નથી, તેથી તે દીક્ષા લે છે ને અંતે નિર્વાણ પામે છે કે સ્વગે` જાય છે. • ભરતવર્ષના અને એના શલાકાપુરૂષાના ઇતિહાસ. પૂર્વ કથન. કાળચક્ર સમસ્ત મનુષ્ય જગતમાં પ્રવર્તે છે. જ્યારે સુષમદુ:ષમા અને દુઃખમસુષમા પ્રવર્તે છે ત્યારે ૬૩ શલાકાપુરૂષ જન્મે છે, તેથી આ ઐતિહાસિક મહાપુરૂષોની શ્રેણિ જગતના વિવિધ પ્રદેશામાં સંભવે છે. જમ્મુદ્વીપના, ધાતકીખ’ડનાં અને પુષ્કરદ્વીપના કુલ ૨ર્ દ્વીપના ૫ ભરતનાં, ૫ ઐરવતના૪૯ અને ૫ મહાવિદેહના
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy