SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪. અક્ષર, પદ, વગેરે સમગ્રનું ધ્યાન પણ મોક્ષપદની પ્રાપ્તિ માટે થાય છે. ગમે તે પદનું, વાક્યનું કે શબ્દનું પણ ચિંતન કરતાં ધ્યાતા રામરહિત થાય તેને પદસ્થ ધ્યાન કહ્યું છે. પદસ્થ ધ્યાનની વિસ્તૃત માહિતિ માટે યેગશાસ્ત્રને આઠમે પ્રકાશ જે. રૂપસ્થ ધ્યાન. અરિહંત ભગવાનના રૂપને અવલંબીને કરેલું ધ્યાન રૂપસ્થ ધ્યાન કહેવાય છે. તે આ પ્રમાણે, જેમકે શ્રી અરિહતે કે જેઓ મેક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરવાની હવે તૈયારીમાં છે. સમગ્ર કર્મોને જેમણે વિનાશ કર્યો છે, ધર્મદેશના આપતી વખતે દેએ કરેલા ત્રણ પ્રતિબિંબ સહિત ચાર મુખવાળા, ત્રણ ભુવનના સર્વ અને અભયદાન આપવાવાળા અર્થાત કોઈ જીવને નહિ મારવા તેવી દેશના આપવાવાળા, ચંદ્રમંડલ સદશ ઉજજવળ ત્રણ છત્રે જેમના મસ્તક ઉપર શોભી રહ્યાં છે, સૂર્યમંડલની પ્રજાને વિડંબન કરતું અતિ તેજસ્વી ભામંડલ જેમની પાછળ ઝળઝળાટ કરી રહ્યું છે, જેમની સામ્રાજ્ય સંપત્તિને ઘેષ દિવ્ય દુંદુભિ વડે થઈ રહ્યો છે, શબ્દ કરતા બ્રમના Jકારથી અશક વૃક્ષ વાચાલિત થયે હેય તેમ શોભી રહ્યો છે, વચમાં સિંહાસન ઉપર તીર્થંકર મહારાજા બિરાજેલા છે, બે બાજુ ચામરે વીંઝાઈ રહ્યાં છે, નમસ્કાર કરતા સુરાસુરના મુકુટ મણિઓથી જેમના પગના નખેની કાંતિ પ્રદીપ્ત થઈ રહી છે, દિવ્ય પુપના સમૂહથી જેમની સભાની જમીન ઢંકાઈ ગઈ છે, ઉંચી કે કરીને-એકતાના
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy