SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૧ ચૂલિકા કહેવાય છે, તેમાં કુલ ૩૩ અક્ષરો છે, તેમાંના ૪ ગુરુ અને ૨૯ લઘુ છે. શ્રીમહાનિશીથ સૂત્રમાં નવકારને પાંચ અધ્યયન અને એક ચૂલિકાવાળે કહ્યો છે, અને તેમાં અક્ષરની. સંખ્યા ઉપર જણાવવામાં આવી છે, તે મુજબ પ્રથમનાં પાંચ પદની ૩૫ અને પછીના ચાર પદની ૩૩ જણાવેલ છે. ઉપદેશ તરંગિણીમાં કહ્યું છે કે– 'पश्चादौ यत्पदांनि त्रिभुवनपतिभिव्याहृता पञ्चतीर्थी, तीर्थान्येवाष्टषष्टि-र्जिनसमयरहस्यानि यस्याक्षराणि । यस्याष्टौ संपदश्चानुपमतममहासिद्धयोऽद्वैतशक्तिजीयाद् लोकद्वयस्याभिलषितफलदः श्रीनमस्कारमंत्रः ॥१॥" આલેક અને પરલેક એમ બને લેકમાં ઈચ્છિત ફળને આપનાર, અદ્વિતીય શકિત સ્વરૂપ, શ્રીનમસ્કાર મંત્ર જ્યવંત વર્તે, કે જેનાં પાંચ પદેને શૈલેક્ટ્રપતિ શ્રી તીર્થંકરદેવોએ પંચતીર્થી તરીકે કહ્યો છે. શ્રી જિના. ગમને રહસ્યભૂત એવા જેના અડસઠ અક્ષરને અડસઠ તીર્થો તરીકે વખાણ્યાં છે અને જેની આઠ સંપદાઓ અનુપમ શ્રેષ્ઠ આઠ મહા સિદ્ધિઓ તરીકે વર્ણવી છે. કશ્રી અરિહંતનો આદ્ય અક્ષર અષ્ટાપદ તીર્થનું સૂચન કરે છે, શ્રી સિદ્ધને આઘ અક્ષર નિ સિદ્ધાચલજીનું સૂચન કરે છે, આચાર્યને આઘ અક્ષર બુજીનું સૂચન કરે છે, ઉપાધ્યાયજીને આદ્ય અક્ષર = ઉજજયંત એટલે ગિરનારજીનું સૂચન કરે છે અને સાધુના આદ્ય અક્ષરમાં રહેલ સ સમેતશિખરજીનું સૂચન છે, ' છે.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy