SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પરણાવ્યાં છે, જેઓ સૌ વિદ્યમાન છે. ભગવાનજીભાઈ એક સારા કેળવાએલ અને વ્યાપાર કુશળ યુવક છે. મુંબઈ તથા મદ્રાસમાં જેમની પેઢીએ ચાલે છે. તેમણે કાનજીભાઈના પ્રત્યે ગુરપણાનું કાર્ય બનાવ્યું છે, અર્થાત તેમના સંસર્ગથી અને ઉત્તમ બેધથી કાનજી ભાઇના હૃદયને ઉત્તમ શિક્ષણ મળ્યું હતું. કાનજીભાઈ પોતાના ભગિનીપતિ (બનેવી) સાથે ઘણાજ પૂજ્ય ભાવથી વર્તતા અને તેમના ઉત્તમ શિક્ષણથી પિતાના જીવનને સુઘટિત ઘડવા પ્રયત્નશીલ રહેતા હતા. કાનજીભાઈના માતુશ્રી લક્ષ્મીબાઈ ઘણાજ સુશીલ અને પ્રેમાળ હેવાથી કાનજીભાઈના હૃદયમાં પ્રીતિ અને વત્સલતાના સંસ્કારો ઉચ્ચતમ હતા. કાનજીભાઈનો જન્મ સંવત ૧૯૫૫ના શ્રાવણ વદ ૧૩ ના થયો હતો. માત પિતાના પ્રેમ શિક્ષણથી વૃદ્ધિ પામતા તે બાળકે સાત વર્ષની વયે પ્રથમ માંડવીમાં પવિત્ર માસ્તર માણેકચંદ ભાઈ પામે ગુજરાતી સાત ઘોરણનું શિક્ષણ લીધું હતું. પવિત્રાત્મા માણેકચંદ ભાઈ કચ્છના સ્કુલ માસ્તરમાં એક આદર્શ પુરૂષ છે. ઘણાજ નીતિ સંપન્ન તથા પવિત્ર વિચારક હેવાથી તેમના પવિત્ર સંસ્કારેથી કાનજીભાઈના હદય ઉપર કેળવણીની પવિત્રતાનો ચિતાર ચિત્રાઈ રત્યો હતો. ગુજરાતી સ્કુલમાંથી શિક્ષણ મેળવી માંડવીમાં વિદ્યમાન ગોકળદાસ ભાઈ તેજપાળની હાઇસ્કુલમાં તેમણે ઇગ્લીશ ૫ ધોરણનું શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ થોડો વખત તે મુંબઈમાં અભ્યાસને માટે રહ્યા હતા, પરંતુ હાલની અભ્યાસ પદ્ધતિ શબ્દ કીટવત્ હોવાથી તથા માનસિક જીવન ઉપર હદ ઉપરાંત બોજો પડતો હોવાથી અભ્યાસકની શારીરિક તથા માનસિક શક્તિ ક્ષીણ થતી જાણી ભગવાનજી ભાઈએ તેને અભ્યાસથી મુક્ત થવા તથા વ્યાખર પ્રવૃત્તિમાં જોડાવા સલાહ આપી અને તેમના પિતાશ્રી જસરાજ ભાઈની ઈચ્છા પણ માંડવી ખાતે રોકવાની હોવાથી ભગવાનજી ભાઈની સલાહને માન્ય કરી તથા પિતાશ્રીની આજ્ઞાને આધીન થઈ તે માંડવી આવ્યા. અહીં તેમના પિતાશ્રી ઇમારતી લાકડાંના મોટા વેપારી છે અને તેઓ બીજા ભાગીદાર શા. ધરમશીભાઈ જસરાજભાઈની સાથે વેપાર કરતા હતા. તે દુકાનમાં કાનજીભાઈ પ્રથમ વર્ષે કેરી ૧૨૦૦ના પગારથી નોકરીમાં જોડાયા. સામાન્ય પ્રવૃત્તિમાંથી ઉંચી લાઈન પર ચડવાથી ઘણા અનુભવ મળે છે વા નેકરીની લાઈનથી ઉંચી લાઇન ઉપર આવતા અનુભવથી વ્યાપાર શિક્ષણ સારી રીતે મળે છે, એમ જાણું પિતાનો પિતા એક સદ્દગૃહસ્થ છતાં તેમજ પોતે પિતાના એકના એક પુત્ર છતાં બુદ્ધિ વિશેષ ખીલવવા તે નોકરીની લાઈનમાં રહ્યા. પરંતુ “કર્મ છુપે નહિ ભભૂત લગાયા” એ કહેવત પ્રમાણે તેમની બુદ્ધિ બહુજ
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy