SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ મહું કાનજીભાઈ જસરાજ ભંડારીનું ટુંક જીવન ચરિત્ર કચ્છ દેશમાં માંડવી શહેર સર્વ કરતાં વિશાળ અને ધન સંપન્ન છે. જેમાં સંવત ૧૯૫૬ની સાલ પહેલાં ૩૫ હજાર માણસની વસ્તી હતી, પણ કાલ દોષ પ્રમાણે પ્લેગ, કેલેરા વિગેરે કુદરતી રોગના ભયંકર ઉપદ્રવથી ૧૫૨૦ વર્ષમાં લગભગ માંડવીમાં ૧૫ હજાર માણસની ખરાબી થઈ ગઈ છે, તથાપિ એ શહેર સમુદ્ર કિનારે મેટું બંદર હોવાથી આખા દેશમાં વેપારનું તે મુખ્ય મથક છે. વણિક, બ્રાહ્મણ, ક્ષત્રિય વિગેરે હિંદુ તથા મુસલમાનની ત્યાં ઘણીજ સારી વસ્તી છે, જેમાં જેને વણિકોની વસ્તી ૧૦૦૦ ઘરની છે, તેમાં વિશાઓસવાળ અને વિશાશ્રીમાળી–એ બે જ્ઞાતિઓ મેટા જત્યામાં છે, તેમજ દશાશ્રીમાળીની પણ વસ્તી છે. - આપણું ચરિત્ર નાયક કાનજીભાઈને જન્મ આજ શહેરમાં વિશાશ્રીમાળી જ્ઞાતિના ભંડારી કુળમાં થયું હતું. કાનજીભાઈના પિતામહ (દાદા)નું નામ રાજપાળભાઈ હતું. તેમના બે પુત્રોમાંના એક જસરાજભાઈ પુત્ર હતા, જે ઈમારતી લાકડાંના વ્યાપારમાં ઘણું જ સારી કમાણી કમાયા છે. આજે માંડવીના સદ્દગૃહસ્થોમાં તે પણ એક સારા લક્ષાધિપતિ ગૃહસ્થ છે. ભંડારી જસરાજ ભાઈને જન્મ સંવત ૧૯૨૨ના શ્રાવણ માસની શુકલ ચતુર્થીએ થયે હતે. જુના જમાનાનુસારે સામાન્ય કેળવણું પામી પોતે વેપારમાંજ જેડાએલ હતા. તેઓ સંવત ૧૯૩૫ની સાલમાં શા. સાકળચંદ રૂપશીના પુત્રી લક્ષ્મીબાઈ સાથે લગ્નની ગાંડથી જોડાઈ સંસાર સંસર્ગથી પિતાનું જીવન વ્યતીત કરતાં તે દંપતીને ૩ પુત્ર અને ૪ પુત્રીઓની પ્રાપ્તિ થઈ ઉત્તમચંદ, મેતીલાલ અને કાનજી એ ત્રણ પુત્રો તથા માણેકબાઈ રતનબાઈ, પાર્વતીબાઈ અને કુંવરબાઈ એ ચાર પુત્રીઓમાંથી રતનબાઈ અને પાર્વતીબાઈ તથા ઉત્તમચંદ અને મોતીલાલ-એમ જસરાજભાઈના બે પુત્ર તથા બે પુત્રી કાલગત થયા. એટલે માત્ર એક કાનજીભાઈ ઉપર જસરાજભાઈના વંશ (કુટુંબોને આધાર હતા. જસરાજ ભાઈને બે પુત્રીઓ હયાત છે, જેમાંના એક મેટા પુત્રી માણેકબાઈને માંડવીમાંજ પરણાવ્યાં હતાં, જે અત્યારે વિધવા છે અને નાનાં પુત્રી ભુજપુરમાં ફફડીયા કુટુંબમાં શા. ભગવાનજીભાઈ સાથે
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy