SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ છે. તાપસાએ એને આવકાર્યો અને પેાતાના વિશ્વભૂતિ નામના કુલપતિ પાસે એને લઈ ગયા. કુલપતિને રાજાએ પ્રણામ કર્યાં, અને પાસે બેઠો. ઋષિ એના લક્ષણાદિ પરથી કલ્પે છે કે આ કાઇક રાજા હાવા જોઈએ. એ પહેલાં તે આશીર્વાદ દે છે, કે • હે રાજન! જે ઋષભદેવ પ્રભુના મસ્તકેથી એ કાન પાસે લટકતી ભ્રમર જેવી કેશની લટ કુંભ પર ચડાવેલ કમળમાળાની શોભાને ધારણ કરે છે એવા એ ત્રણ જગતને માટે પૂર્ણાંકુ ભ જેવા ભગવાન તમારા મંગળે!ની પુષ્ટિ કરો.’ એમ આશીષ આપીને વિશ્વભૂતિ ઋષિ રાજાને પૂછે છે,-‘તમારે અહી” કચાંથી આવવાનું થયું ? એકલા કેમ ?' રાજા જવાબમાં કહે છે, ‘ભગવન્ ! સંસારમાં જીવ એક સ્થાનેથી બીજે સ્થાને કેવા ધારણા બહાર ભ્રષ્ટ થઇ જાય છે એ આજે અનુભવવા મળ્યું. મિત્રાવતી નગરોના હું રાજા હરિષેણ ઘોડેસ્વારીએ નીકળેલ, તે શી ખબર ઘાડો અશિક્ષિત હશે, તે એણે રસ્તે દોડયે જ રાખ્યુ’, કેમે ય એ ઊભા જ ન રહે, અંતે અહીં નજીકમાં ઝાડની ડાળીને હું વળગી પડ્યો. આપનાં દર્શન મળવાનું સૌભાગ્ય હશે ત ઝડેથી ઊતરી અહીં આવ્યા. આ આશ્રમ કેાના સ્થાપેલ છે ? કુલપતિ રાજાને કહે છે. ‘ ભગવાન ઋષભદેવ સ્વામી નામના ના વખતમાં પ્રભુના ભક્ત કચ્છ અને મહાકચ્છ બે મોટા તાપસે થઈ ગયા, એમને સ્થાપેલે આ આશ્રમ ચાલ્યા આવે છે. અહીં સંસારથી થાકેલા અને મનુષ્ય જીવનનાં
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy