SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ કુમારની જિન-સ્તવના જિનમંદિરદશને ભવ્ય વિચારણું :- કુમારના મનને એમ થાય છે કે “અહો ! મારું કેવું સૌભાગ્ય કે મને આવા તીર્થસ્વરૂપ ભવ્ય જિનમંદિરને જુહારવાનું મળ્યું? ચાલે, પિતાજીના દાક્ષિણ્યથી પરણવા માટે નીકળવું પડયું, પરંતુ ધક્કો અહીં જ લેખે લાગી ગયે ! આ વિરાટ વિશ્વમાં ભટકતા જીવને આવું વીતરાગ પ્રભુનું મંદિર ભેટવાનું ક્યાં મળે ? મારે ધન્ય ભાગ્ય ! ધન્ય ઘડી ! ધન્ય અવતાર !!” એવા ભાલ્લાસ ઉછળ્યા પછી તે કુમારે શું કામ દર્શનમાત્રથી ટૂંકે પતાવે ? એણે બહાર નીકળી માણસને સુંદર કુફ્લે લઈ આવવા કહ્યું, બીજી પણ પિતાની પૂજનસામગ્રી મંગાવી, અને પોતે સ્નાન કરી પૂજાને ચકખા વસ્ત્ર પહેરી લીધાં. તાજાં ફુલે સાથે બીજા પોતાનાં પૂજન-દ્રવ્ય લઈ હવે એ મંદિરમાં વિધિસર પેસે છે, અને ઠાઠથી ભગવાનની પૂજા કરે છે. પૂજન કરતાં કેઈ અને આનંદ અનુભવે છે ! એ દિવ્યાતિદિવ્ય આનંદની સામે દેવક અને દેવાંગનાઓ મળવાનો આનંદ પણ તુચ્છ બની જાય છે. શાસ્ત્રના ભાવોના પરિશીલનથી બુદ્ધિમાં અતિશય ઊભો થયા વિના આ પ્રભુપૂજનને ય દિવ્યાતિદિવ્ય આનંદ અનુભવી ન શકાય. અતિશયવાળી બુદ્ધિ એ વિશિષ્ટ બુદ્ધિ, અતિશય વિનાની એ સામાન્ય. એવી સામાન્ય યાને જનસાધારણ બુદ્ધિથી લૌકિક દુન્યવી વિષયસુખના પ્રસંગમાં અને
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy