SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ પલોટયા કરવાનું બનવાનું જ ક્યાંથી? અને આમાં ગેળને છેડી ઢેર ખાય એવા ખેળને પકડવાનું થાય છે, એ ભૂલશે નહિ. શે, હિસાબ કાઢશે, તે દેખાશે કે ઘણો એ સમય જીવનને બિનજરૂરી એવી દુન્યવી વાત પાછળ બરબાદ થઈ રહ્યો છે. એ બધે સમય એના બદલે શાસ્ત્રની વાતે સાંભળવા-સમજવામાં ને એને મનમાં પલટવામાં વાપરી શકાય. શાસ્ત્રની વાતે મનમાં ખૂબ ખૂબ પલટવાને આ મહાન લાભ થાય કે બુદ્ધિમાં એક અતિશય ઊભો થાય; ને એ પછી દુન્યવી જીવનમાં પણ ખૂબ ઉપયોગી થાય. જીવનમાં સામે આવતા પદાર્થો અને પ્રસંગો અંગે જુદું જ ઉમદા વલણ જગાવે, ઉમદા વિચારણા કરાવે, ને એ હૃદયને ખૂબ જ શાન્તિ આપે. | કનકરથ જિનમંદિરમાં – રાજપુત્ર કનકરથ પેલી સુંદરીને જેવા પર, આવા અતિશયવાળી બુદ્ધિથી, નોકર–માણસો કરતાં જુદી જ વિચારણામાં ચડે છે; ચિંતવે છે કે “અહીં આટલામાં કેક તીર્થસ્થાન હોવું જોઈએ, જેને ફરસવા માટે આ કેઈ દેવકન્યા અહીં આવી હોય, તે લાવ, તીર્થની તપાસ કરું.” એ પ્રમાણે ચિંતવને કુમાર જ્યાં એટલામાં શોધતા ફરે છે, ત્યાં એના જોવામાં એક ભવ્ય સફેદ જિનમંદિર આવે છે, જાણે એ ઍપલ કૈલાસ પર્વત જ ન હોય ! જોતાં જ કુમારનું હૃદય વિશેષ ધબકાર લે છે, દિલ ગદ્ગદ થાય છે; એમાં વળી જિનમંદિરની અંદર શ્રી કષભદેવ ભગવાનના મનેહરબિંબને નિહાળી રોમાંચ અનુભવે છે!
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy