SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ આમ, ધર્મને આ મર્મ, એ પાપપ્રવૃત્તિથી એટલા પ્રમણમાં છોડાવેએટલે એટલા પ્રમાણમાં પાપના પરિચય અને અભ્યાસ ઓછા થતાં રાગ-દ્વેષાદિ અટકાવે; તેમજ ધર્મ વીતરાગ પરમાત્માને કહેલ કરવાનું છે એટલે એમને નજર સામે રાખીને કરવાનો છે, અર્થાત્ વીતરાગનાં ચરણ પકડીને કરવાને છે; જાતે વીતરાગ બનવાની જ એકમાત્ર લાલસાથી કરવાનું છે. તેથી ધર્મ કરતાં રાગ-દ્વેષને દુબળા પાડવાનું લક્ષ રહે. અનંતી ધર્મક્રિયા નિષ્ફળ કેમ ગઈ? : પૂર્વે અનંતી ધર્મ પ્રવૃત્તિ કરી ત્યારે ધર્મનું આ મર્મ– રહસ્ય સમજાયું જ નહોતું. ઉલટું ત્યાં તે દુન્યવી વિશ્વના રાગના જેસથી જ ધર્મ પ્રવૃત્તિ કર્યો ગયા, “ધર્મ કરું તો પૈસા મળે, “ચારિત્ર લઉં તો માનપાન મળે, દેવતાઈ સુખભર્યા સ્વર્ગમાં જવાય...” આવા આવા ઉદ્દેશથી ધર્મ પ્રવૃત્તિ કરી ત્યાં રાગ-આસક્તિ-તૃષ્ણ જ વધે ને? એમાં જોરદાર મહા મેહનાં કર્મ ન બંધાય ને સંસારભ્રમણ ન વધે તે બીજું શું થાય ? ત્રિપૃષ્ઠ વાસુદેવ અને બ્રહ્મદત્ત ચક્રવતીના જીવે પૂર્વભવમાં પહેલાં તો સારા ઉદ્દેશથી તપ-સંયમની સાધના માંડેલી, પરંતુ પાછળથી ઉદ્દેશ ફેરવી નાખ્યું અને મલિન એકલો પૌગલિક આશય ઊભો કર્યો, તે બંનેની ધર્મને જે માલ વાસુદેવચકવતીપણાની લીલા, તે ભેળવી લીધા પછી કે તે બધી કરુણ દશા સરજાઈ ? કેવાં જોરદાર કર્મ અને ભવભ્રમણ વધ્યાં? આ કરાવનારી આમાની વિષયલંપટતા એ એની દુષ્ટતા જ છે. “ધરમ જિણેસર ચરણ રહ્યા થકી કેઈન બધે કર્મ,
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy