SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકુમાર ચંકી ઊઠે છે. જગાડે છે–પૂછપરછ કરે છે અને એને એની નિર્દોષતાની ખાતરી થાય છે. પરંતુ જોગણ રાજાને ત્રાષિદત્તાનું આ રેજ બરોજનું ઘર હત્યાનું કૃત્ય હોવાનું ઠસાવી દે છે. તેથી હવે રાજા દ્વારા સુલસા જેગણ ષિદત્તાને જીવતી ડાકણુ રૂપે પ્રસિદ્ધિ આપવામાં સફળ થાય છે અને રાજા એને અવળે ગધેડે બેસાડી નગર બહાર લઈ જઈ મારી નાંખવાને હુકમ છોડે છે. વધસ્થાનમાં મૂછિત થઈ ગયેલી વિદત્તાને જોઈ જલ્લાદો મરેલી સમજીને પાછા ફરી ગયા પછી ઝંઝાવાતમય જીવનદશાને પ્રારંભ થાય છે. પ્રસ્તુત ભાગમાં આવતી ત્રાષિદત્તા કથાને આ સંક્ષિપ્ત સાર છે. કથાનો માંચક શેષાંશ ભાગબીજામાં પૂર્ણ કરવામાં આવશે. વિ. સં. ૨૦૨૮-૨૯ ના વર્ષ દરમ્યાન અમદાવાદમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ચાતુર્માસ અને તે પછી શેષકાળમાં આ મહાસતીનાં ઉપરોકત પ્રસંગેનું પ્રવચનમાં એક પછી એક આલેખવા માંડ્યા. શ્રોતાવર્ગ તો સાંભળતાં સાંભળતાં એટલે મુગ્ધ થઈ જતે કે જાણે માનવધરતી ઉપરથી કેઈક સ્વર્ગની ધરતી પર આવીને ઊભા રહ્યાં કે શું ? કાળનું તે જાણે કે સાવ વિસ્મરણ થઈ જતું. ૦ કલાક સાંભળીને પછી ઊઠીને પાછા આવતા રહીશું એવી ગણતરીથી આવનારાઓ તે પાછા ફરવાનું શું–ઊઠવાનું પણ ભૂલી જતાં. સમય જતાં એ પ્રવચને દિવ્યદર્શન સામાહિકનાં વાંચકોને દિવ્ય આનંદની અનુભૂતિ કરાવી ગયાં. - પૂજ્યપાદશ્રીએ આ મહાસતીના પ્રસંગેનું માત્ર એક કથાની જેમ આલેખન નથી કર્યું પરંતુ એક એક પ્રસંગોની બારીકમાં બારીક હકીકતેને ધ્યાનમાં લઈ એમાંથી માનવ જીવનને ઉચ્ચતાનાં શિખર તલ્ફ દેરી જનાર અનુભવગર્ભિત આદર્શોનું નવનીત તારવી આપ્યું છે. કથાની ઝીણી ઝીણી બાબતેમાંથી ફલિત થતાં માનવતાનાં મહાન સિદ્ધાંતનું મનનીય હદયંગમ નિરૂપણ
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy