SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ માનવનાં ચંચળ મનને સ્થિરતા અને દઢતાનાં પંથે દેરી જનારું છે. પૂજ્યપાદશ્રીએ કથાપ્રસંગેનાં આલેખનને નિરસ નહીં બનવા દેતા ડગલે ને પગલે એમાં માનવની આંખ ઉઘાડી નાંખે એ જે સુંદર બોધપ્રસાદને થાળ પ્રસ્તુત કર્યો છે અને તે કઈ આસ્વાદ જ અનેરે છે. પ્રસંગેનાં આલેખન સાથે માનસિક ઉચ્ચ ભૂમિકાઓનું જે સહવર્ણન છે એનું એવી સુંદર રીતે જોડાણ કર્યું છે કે વાચકને જરાય એમ ન લાગે કે આ એક વાતમાં વળી બીજી બીજી બહારની વાત ક્યાંથી આવી ગઈ ? ! ક્ષમાનમ્રતા–વૈરાગ્ય-સમાધાનવૃત્તિ વગેરે માનવજીવનનાં ભવ્યાતિ ભવ્ય મૂલ્યોને પૂજ્યપાદશ્રીએ જે સહજ ઉઠાવ આપે છે એ પણ મનુષ્યને સભાન અવસ્થામાં લાવી દેનાર છે અને કર્તવ્યની દિશામાં મંગળ પ્રસ્થાન કરાવનાર છે. ટૂંકમાં, પૂજ્યશ્રીએ પિતાના સમગ્ર અનુમને નિચેડ અને ચિંતનનું નવનીત આ કથાપ્રસંગોનાં માધ્યમે આપણી સમક્ષ ભેટ ધર્યું છે. માત્ર કથાને જ ભાગ વાંચી લઈને પડી બંધ કરી ખૂણામાં મૂકી દેવાનું જે વાચકનું દુર્ભાગ્ય નહીં હોય તે આ પુસ્તકનું આદ્યપાન્ત વાચન-મનન અને ચિંતન એની હૃદયગુફાનાં દ્વાર ખોલી નાખશે અને આત્મસૌંદર્યનું ઝળહળતું દર્શન કરાવશે. ચિત્ત દઈને વાંચનારને માત્ર આનંદ આપી જશે એટલું નહિ પણ જીવનની ગૂઢતમ સમસ્યાઓ જે પિતાને મુંઝવી રહી હશે એનું ખૂબજ સરળ નિરાકરણ– સમાધાન તેને આમાંથી સહજ પ્રાપ્ત થઈ જશે, જે કાંઈ છે તે બધુ હું જ છું ' એવી મિથ્યા અભિમાનની ભેખડ નીચે દબાયેલા મનુષ્યને પિતાની ક્ષુદ્રતાનું ભાન થતાં કર્મોની ભેખડે ચીરીને બહાર આવવાને અદમ્ય ઉત્સાહ જાગશે. પ્રાન્ત, આ કથાગ્રન્થના વાંચનથી ભવ્ય જીવે મુક્તિમાર્ગમાં પ્રગતિ સાધે એજ શુભેચ્છા.
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy