SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ એ કઈ પ્રણયકથા કે નવલકથા રૂપ સમજી લેવાની જરૂર નથી ૩ કલાકમાં પૂરી થઈ જાય એવી મનોરંજક માત્ર સીનેમાની સ્ટેરી પણ નથી કે નથી આ કેઈ માત્ર વાંચીને સમય પસાર કરવાની રમત, આ તે મહા મૂલ્યવંત શીલ વગેરે આદર્શો ને જીવંત રીતે અપનાવી લેવા માટે ભારોભાર પ્રેરણા આપતી ધર્મકથા છે. શીલની રક્ષા માટે સંકટો અને ભીષણ કો સાથેનાં જીવસટોસટનાં સંઘર્ષને ચિતાર રજૂ કરતી રોમાંચક કથા છે. ધીરજ અને હિંમતની ચરમસીમાઓનું પ્રાણવંત દર્શન કરાવનારી ઉદાત્ત કથા છે. આ કથામાં નાયક તરીકે કનકરથ રાજકુમાર મિણું નામની રાજકન્યાને પિતાના આદેશથી પરણવા માટે પ્રયાણ કરતો સૌ પ્રથમ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. માર્ગમાં જંગલ છે, ત્યાં એક ઉદ્યાનમાં મનહર જિનમંદિર છે, એક વૃદ્ધ તાપસ રેજ ત્યાં જિનેશ્વરદેવની પૂજા-ભક્તિ કરી રહ્યો છે. ઋષિદત્તા એ આ તાપસની કન્યા છે પણ કૂદરતે ત્રણે લેકનાં સૌંદર્યનું જાણે કે એનાં અંગે અગમાં પ્રદર્શન કર્યું છે. રાજકુમાર કનકરથ ઋષિદત્તાનાં દર્શને પણ જરાય રાગ વહુવળ થતું નથી છતાં તાપસના આગ્રહે ઋષિદત્તા સાથે એને લગ્ન જીવનમાં જોડાવું પડે છે. રુમિણને પરણવા નિકળેલ રાજકુમાર ત્રાષિદત્તાને લઈ પાછા ફરી જાય છે– આ બીના જાણવા મળતાં જ અમિણુનાં અંતરમાં સ્ત્રીસહજ ઈષ્યની આગ ભડકી ઊઠે છે, એને હેરાન-પરેશાન કરી મૂકવા માટે સુલસા નામની જોગણને આશરો લે છે. જેગણ સુલસા કનકરથનાં નગરમાં આવી જોગમાયા વડે રોજ રાતના એકેક માણસનું ખૂન કરી ઋષિદત્તાનાં મુખની આસપાસ માંસ-લોહીનું બિભત્સ દશ્ય સજે છે. વિદત્તાના હોઠ અને મોટું લેહી-માંસ ભીનું ખરડી નાંખે છે
SR No.022898
Book TitleMahasati Rushidatta
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1981
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy