SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ ધમ-ધમ્મિલકુમાર અને પત્નીની હદ સુધી મૂકી આજે આમ પરંપર બંનેએ પિતાની ફરજ બજાવી. હવે એક દિવસ સરભ પલ્લી પતિ ઘણે ભીલની ટોળી અને હથિયાર લઈ કઈક સ્થળે ધાડ પાડવા નીકળે કારણકે તેઓની આજીવિકા માટેનું આ એકજ હથિયાર રૂપ હતું. એટલે સર્વ ભલેને તેમાં રસ હતે. ચાલતા ચાલતા દર નીકળી ગયાં. સૂર્યાસ્ત થાય પછી જ અંધારૂ થાય તેની રાહ જોઈ વનમાં છૂપાઈ રહ્યાં. એવામાં સરભને સાધુ મુનિઓએ આપેલ ઉપદેશના શબ્દો યાદ આવ્યાં છે પરને પીડા જાણતા કે અજાણતાં પણ ન આપવી અને આ હું શું કરી રહ્યો છું? પરપીડામાં પ્રવૃત્ત થયો છું. ખરેખર ધિક્કાર છે મને ? નિર્દોષ માણસેને મારવાથી તેમનું, ધન હરવાર્થ, ગાયોને તેમના નાના વાછરડાંઓને વિયાગ કરાવવાથી મારી પણ તેવી જ સ્થિતિ થવાની છે. અરેરે ? આ હર માટે કુદરતી ઘાસ મળી રહે છે. સર્પો વાયુથી પેટ ભરે છે. માત્ર માણસને પેટ ભરવા માટે પાપ કરવા પડે છે. આ અભાગી પેટ જ એવું છે કે જે કદી ભરાતું નથી અને એને ખાતર અનેક પાપ કરવા પડે છે. મારી દષ્ટિએ ભૂખે મરવું સારુ, જંગલમાં રહેવું પડે તે પણ સારું પરંતુ અધર્મથી કે પાપથી મેળવેલી લક્ષ્મી માણસને અઘઃ પતન કરાવે છે. મારી પાસે આ હથિયાર છે. તે મારા હાથ વડે જીવહિંસા જ કરાવશે પાપની કમાણી કરાવશે માટે મારે એવા હથિયાર ન જોઈએ એમ
SR No.022894
Book TitleDharmi Dhammil Kumar
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherDharmnath P H Jainnagar Jain Sangh
Publication Year1984
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy