________________
પ્રકરણ ૪૧ મું
યક્ષના મંદિરમાં બીજે દિવસે રાજયની આજ્ઞાને સંપૂર્ણ અમલ થઈ રહ્યો હતે...
યક્ષમંદિરની પાસે મોટી માનવ મેદની જામી હતી. સ્ત્રીઓ, પુરૂષો અને બાળકે, વૃધાઓ અને વૃદ્ધો, સર્વ યક્ષના દર્શન માટે પડાપડી કરી રહ્યાં હતાં. કોલાહલને તે કોઈ સુમારજ નહો. રાજ્યના સેવકે સોને સમજવી સમજાવીને એક હારમાં ઊભા રાખતા હતા.
મંદિરને સરસ રીતે શણગારવામાં આવ્યું હતું. આજુબાજુમાં પાણી છાંટીને હરિયાળી જમીનને વધુ હરિયાળી બનાવવામાં આવી હતી. પુષોના છોડનાં નાનાં ફંડા ગોઠવવામાં આવ્યાં હતાં. એક બાજુએ ચોઘડીયાં અને બીજી બાજુએ વાછ વાગી રહ્યાં હતાં.
અંદરની બાજુએ સંખ્યાબંધ દીપકે ચેતાવવામાં આવ્યા હતા. યક્ષની બાજુમાં બીજા બે ત્રણ મૂર્તિઓ હતી. કેટલાક લોકે મૂર્તિની પાસે ઊભા રહીને મંત્રોચ્ચાર કરી રહ્યા હતા.
સ્ત્રીઓ માટે અને પુરૂષો માટે પ્રવેશદ્વાર જુદા રાખવામાં આવ્યાં હતાં. સો અંદર પ્રવેશ કરીને પ્રથમ યક્ષની મૂર્તિના દર્શન કરતાં. તે પછી તેની બાજુમાંની મુર્તિઓનાં દર્શન કરતાં. ત્યારબાદ ત્યાં બેઠેલી એક વ્યકિત પાસેથી પ્રસાદ લેતાં અને બાજુમાં તરતનાજ ગોઠવેલા એક બાવલાને નિહાળીને બહાર નીકળી જતાં.
એ રીતને કાર્યક્રમ ચાહયા કરતો હતો.