________________
પ્રકરણ ૩૫ મું
માતા અને પુત્ર ' ધન્યાનું શરીર તંદુરસ્ત બની ગયું હતું. તેને પુત્ર કલ્યાણ સાત વરસનો થઈ ગયો હતો. જીવન નિર્વાહમાં તેને બહુ તકલીક પડતી ન હોવાથી એક નાની શાળામાં તે કલ્યાણને શિક્ષણ અપાવી રહી હતી.
કલ્યાણ શરીરે તંદુરસ્ત, ઔર વણ્ય, હસમુખ અને દેખાવડો હતો. સ્વભાવવડે તે લેને પ્રિય થઈ પડે હતો, તેના શિક્ષક સ્વભાવે કડક હોવા છતાં, તેના તરફ બહું માયાળ રહેતા હતા. તેને નમ્ર અને સેવાભાવી સ્વભાવ તેમને બહુ ગમી થયા હતા, તેની ચાલાકી સૌથી જુદી તરી આવતી હતી. અભ્યાસમાં પણ તે અગ્રગણ્ય જ રહે. સાદાં છતાં સ્વચ્છ વસ્ત્રોમાં પણ તે શ્રીમંતોનાં કિંમતી વસ્ત્રો પહેરેલાં બાળકો કરતાં વધુ દીપી નીકળતું હતું. - પુત્રને ઉછેરવામાં અને તેને મહાન બનાવવાના વિચારોમાં જ ધન્યાને મોટો ભાગ પસાર થતો હતો. તેને મોટો સહારો પરિમલને હતો. પણ કુદરતને તે ગમ્યું ન હોય, તેમ તે પણ ખૂંચવી લીધે હો.
પરિમલે રાત દિવસ જોયા સિવાય બિમાર સાસુ સસરાની સેવા કરી હતી. પતિના મૃત્યુથી તેનું હૃદય ભાંગી પડયું હતું. છતાં જીવનની અંતિમ ઘડી સુધી દુઃખે સામે ઝઝૂમી લેવાની તેની તૈયારી હતી. તે સદાયે કહ્યા કરતી કે દુઃખ સુખ માનવજીવનની રમત