________________
૨૫૪
કવન્નાશેઠનું સૌભાગ્ય, છે. તે રમતોમાં જીતવાની શક્તિ અને મનભાવના દરેકે કેળવવા જોઈએ. જીવનજ જ્યાં એક જાતની રમત છે, ત્યાં આવી નવી અટીઘૂંટીથી ડરવાનું શા માટે હેય? જેને જીવી જાણતાં આવડતું ન હોય, તેણે જીવવુંજ શા માટે જોઈએ ? તેને જીવવાનો અધિકાર પણ શામાટે હોય ?”
તેના વિચાર સાંભળીને ઘણીવાર લેકે તેને મુખ કહીને હસી કાઢતા. “એક સ્ત્રીના વિચારે તે વિચારો કહેવાય ? એવી ભાવના મોટા ભાગે પુરૂષવર્ગમાં પ્રવર્તતી હોય છે. એ ભાવના પરાપૂર્વથી ચાલતી આવી છે.
સાસુ સસરાની અંતિમ ઘડી સુધી સેવા કરવા છતાં પરિમલ તેમને ગુમાવી બેઠી હતી. જે કંઈ છાયા તેના શિર પર હતી, તે પણ વડીલોના મૃત્યુથી ચાલી ગઈ. ભરજુવાનીએ તે વૃદ્ધ જેવી બની ગઈ.
ભર યુવાનીએ વિધવા બનવું અને વડીલેની છાયા ન હેવી એના જેવું વિકટ દુઃખ સ્ત્રીને માટે જગતમાં બીજું કઇજ નથી.
પરિમલ અને ધન્યા એક બીજાના સહારે જીવન વીતાવવા લાગ્યાં. તેમનાં માટે આનંદ અને સમય વિતાવવાનું સ્થાન ફક્ત કલ્યાણ જ હતો. કલ્યાણની કાલી કાલી ભાષા, તેને બાળવિદ અને તેની બાળ રમતો તેમને દુઃખમાં પણ હસાવી શકતાં.
માનવીને જો આનંદનું એક પણ સ્થાન ન હોય તે તે મૂઢ અગરતે ગાંડો જ બની જાય.
પરિમલ અને ધન્યા સાથે જ રહેવા લાગ્યાં હતાં. પરિમલે પિતાને મોટા ભાગને સામાન વેચી નાંખ્યો હતો. તેનાં આવેલાં નાણાંમાંથી અરધો ભાગ તેણે ગરીબોને માટે વાપરવા જુદો રાખ્યો હતો ને બાકીને પિતાના પાસે રાખ્યો હતો.
ધીમે ધીમે તે સાસુ સસરાનાં મૃત્યુને પણ વિસાવાને સમર્થ