________________
પરદેશ ગમનને વિચાર
૨૧૧ મોટી કિંમતે આપતે. એ રીતે તેને મેટી પેદાશ થતી.
રાજગૃહિમાં તેનું કામકાજ પતી ગયું હતું. બીજે દિવસે સવારે તે ત્યાંથી પિતાને પડાવ ઉપાડવાને હતે.
બે ત્રણ દિવસથી હું પણ તેજ વિચાર કરું છું, ઘન્યા !” કૃતપુણ્ય છે. ” પણ હું તને કહી શકતે નહેર
કેમ?”
આજસુધી મેં તને આવી મહેનત મજુરી કરતી એકલી રાખી છે. અને પાછી આવીજ દશામાં તને, મૂકીને હું ચાલ્યો જાઉં તો તારા હૃદયને દુઃખ ન થાય?
સ્વામિ !” પહેલાં તમે જે માગે ગયા હતા, તેથી જરૂર દુઃખ થાય પણ હવે જે તમે ધંધાર્થે બહાર જાવ તો બિકુલ દુઃખ ન થાય. લક્ષ્મી અને આબરૂ મેળવવા માટે તો પરદેશજ શ્રેષ્ઠ ગણાય છે, સ્વામિ !” '
“એ તે હું પણ સમજુ છું ધન્યા, કે પુરૂષના માટે પરદેશજ શ્રેષ્ઠ છે.” કૃતપુણ્ય બોલ્યો. “મને ફકત તારૂ નિઃસહાય જીવનજ સાલ્યા કરે છે. પહેલાં અનંતકુમાર હતું તો તને કંઈક આશ્વાસન પણ મળતું હતું. હવે તે તે પણ નથી. પરિમલ બહેન પણ દુખીયારાં થઈ ગયાં છે. હું જ્યારે જ્યારે તેમનું નિર્દોષ પણ શોકમય મુખકમળ જોઉં છું. ત્યારે ત્યારે મારી અંતરવ્યથાનો પાર રહેતો નથી. ધન્ય,! તારા સુખને ખાતર નિર્દોષ અનંતકુમારે પોતાના પ્રાણની આહુતિ આપી. હું તો ખાલી વાતો જ કર્યા કરતો હતો પણ તેણે તે પરાર્થે સ્વાર્પણ કરી બતાવ્યું.
તેનો નાનામાં ઝળઝળીયાં ભરાઈ આવ્યાં. “મને સન્માર્ગે વાળવાને તેને નિશ્ચય ફળીભૂત થયા. જાણે તારા ડૂબતા સોભાગ્યને તારવા માટે જ જન્મ લીધે હેય. તેમ તે પોતાનું કાર્ય પાર પાડીને આ લેક છોડીને ચાલ્યો ગયો. તેણે પોતાના અઓ લૂછતાં કહ્યું.