SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ મનાશેઠનું સૌભાગ્ય વાપર્યાં કરતી હતી. "" સ્વામિ ! આ મેાટી વણુઝાર આવી છે. આવતી કાલે તે અહીંથી નીકળશે. તેમને અહી' ક્રાઇ કામ આપતુ નથી. તમે પૈસા ક્રમાવી લાવા અને હું મેાજ કરૂં' એવી મારી દછા નથી, પશુ કામ વિનાના માણસાના સમય આળસમાં જાય છે. તેના મગજમાં વિચારાની પરપરા ચાલ્યા કરતી હોય છે. મને લાગે છે કે તમે જો તેની સાથે જાવ તા અહીંના લેાકાની નિંદામાંથી બચી જાવ અને ધન કમાઈને આવા ત્યારે ઉન્નત મસ્તકે તેમના સામે ઊભા રહી શકો. ” કેટલાક દિવસથી પાતાના મનમાં ધેાળાતા વિચારી ધન્યાએ કૃતપુણ્યને કહી સબળાવ્યા. ઘણા સમયથી એક વણુઝાર રાજગૃદ્ધિની પાધરે આવીને પડી હતી. તેના માલિક બહુ ઉદાર હતા. વેપારમાં તેની જાહેાજલાલી હતી. તે બહુ કુનેહબાજ હોવાથી ધૃત પશુ સારૂં પેદા કરી શકતા હતા. તેની સાથે ઊંટ, ઘેાડા, ખચ્ચર, માર્કા, બળદ વગેરે પ્રકારનાં સાધના હતાં. તે સમયે વેપારનું મેટું સાધન તેવાં વાહન ગણાતાં. દેશપરદેશ સાથેના વહેપાર બનતાં સુધી વણુઝારની મારફતે થતા. વણુઝારના માલિક વણુઝારા કહેવાતા. તેની સાથે તેના અનેક માસા રહેતા. સૌને તે સારા પગારી આપતા. રસ્તાની મુસાફરી કરવી પતી હાવાથી રક્ષણ માટે કેટલાક સશસ્ત્ર રક્ષકે પશુ રાખતા. ક્રાઇ કાઇ વાર તે સમુદ્રની પણ મુસાફરી કરતા. તેની મુસાફરી કેટલાય વરસાની લાંબી થતી. તેનેા વહેપાર દેશ પરદેશ સાથે ચાલુ રહેતા. જ્યાં જ્યાં જે જે માલની અછત હાય, ત્યાં ત્યાં પાતે માલ આપતા અને જે જે માલ ત્યાં થતા હોય, તે માલ તે પોતાના માલના અલામાં ખરીદ કરી લેતેા. એ રીતે એને આવક સારી થતી. જે દેશમાં જે માલની ઉત્પત્તિ થતી ય, ત્યાંથી તે માલ સરતા ભાવે લેતે!, અને જ્યાં જે માલની અછત દાય, ત્યાં તે માલ
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy