________________
૧૮૨
કયવનાશેઠનું સૌભાગ્ય
નૂપુર ઝંકાર વળે. માથાની વેણીના વાળ છૂટા થવા લાગ્યા. અનંગસેના રાધાના સ્વાંગમાં હતી. શ્રી કૃષ્ણની મોરલીના સ્વર સાંભળવા તેના કાન મંડાયા. તે નૃત્ય કરતાં કરતાં અટકી ગઈ. પગના અંગુઠા પર ઊંચી થઇને તે દૂરદૂરથી કેદને શોધવાનો પ્રયત્ન કરતી હોય, તેવો ભાવ શરૂ કર્યો. તેની દૃષ્ટિએ કઈ પડયું નહિ. બંસરીના સૂર અથડાયા નહિ. તે નિરાશ થઈ કંટાળીને જાણે છણકે કરતી હોય. તેમ તેણે હાથના ચાળા કર્યા. કપાળ પર કરચલીયા પડી. ચહેરા પર નિરાશાની છાયા ફરી વળી.
જાણે પોતે થાકી ગઈ હોય તેમ તેણે ફરીથી નિરાશાભર્યું નૃત્ય શરૂ કર્યું. પગે લથડીયાં ખાવા લાગી. હાથમાંથી જાણે શકિત ખૂટી ગઈ હોય તેમ નિસપણે હાથના હાવભાવ થવા લાગ્યા.
- વૃંદાવનમાં શ્રી કૃષ્ણને શોધતી હોય તેમ ધીમે પગલે આખા ' ખંડમાં બેબાકળી થઈ ઘૂમવા-ફરવા લાગી. તેનાં નયને કંઇક શોધી રહ્યાં હતાં. કાન કંઈક સાંભળવાને મંથન કરી રહ્યા હતા.
અચાનક તેનામાં સ્કુતિ આવી ગઈ. નૃત્ય એકદમ સરસ રીતે ' થવા લાગ્યું. પગમાં જોમ આવી ગયું. હાથમાં શક્તિ આવી ગઈ. જાણે તેણે મોરલીને મધુર સૂણ્યો. તેના કાન સચેત બની ગયા.
કરીથી તે પગના અંગુઠા પર ઊંચી થઈ. તેણે દૂર નજર કરી. મોરલી બજાવતા કૃષ્ણ કનૈયો આવતો હોય એ એને ભાસ થયો. તે અતિ આનંદમાં આવી ગઈ. નૃત્ય રંગે ચઢયું. જાણે શ્રી કૃષ્ણ તેનું નૃત્ય જોવા માટે જલદી જલદી ચાલીને કાચની બેઠક પર બેસી ગયા હોય અને તેમને જોઈને–તેમને રીઝવવા માટે પોતે સખ્ત પ્રયત્ન કરતી હોય તેમ તેને નૃત્યમાં અધિક વેગ આવ્યો. નયને કાચની બેઠક પર સ્થિર થયાં.
* જાણે પિતે પિતાનું સર્વસ્વ શ્રી કૃષ્ણના ચરણમાં સમર્પણ કરતી હોય તેમ તે ધારેલા કૃષ્ણનાં–તપુણ્યનાં–ચરણકમળમાં પિતાના બને હાથ જોડતી ઢળી પડી.