________________
પ્રકરણ ૨૪ મું
ધન્ય ઘડી એક નાના ઘરમાં સુંદર છતાં દુઃખના ભારથી કરમાયેલી યુવાન સ્ત્રી કંઈક ગૂથી રહી હતી. તેની આંખે ઉજાગરાના લીધે લાલ થઈ ગઈ હતી. લાલ થયેલી આંખો કંઈક સૂઝેલી પણ લાગતી હતી. દેહ પર સાદ છતાં સ્વચ્છ કપડાં શોભી રહ્યાં હતાં. કેટલીક જગાએ તે સાંધેલાં પણ હતાં. તે તેની ગરીબાઈની સાક્ષી પૂરી રહ્યાં હતાં. ઘરમાં કામ પૂરતાં જ વાસણો હતાં. તદ્દન સાદા છતાં સ્વચ્છ ઘરમાં એક નાના પાથરણા પર તે બેઠી હતી. તેની બાજુમાં એક નાને દીપક જળી રહ્યો હતો. રાત વધારે વીતી જવાથી તેની અને પણ કામ કરતી નહોતી, હાથ પણ થાકી ગયા હતા. ઘરને જરજરીત દરવાજો બંધ કરીને અંદરથી સાંકળ વાસવામાં આવી હતી.
જયારે તેની આંખો એકદમ કામ કરતી બંધ થઈ જતી, ત્યારે તે ઊઠીને આંખો પર થોડું શીતળ પાણી છાંટતી. એકાદ બે ઘૂંટડા પી લેતી પણ ખરી. હાથમાં લીધેલું કામ સવારે પહોંચતું કરી દેવાનું હતું.
મધરાત પછી એક પ્રહર વીતી ગયો. રાજચોકી પર પહેરેગીરે નિયમ પ્રમાણે ટકોરા વગાડયા- તે સ્ત્રીએ કામ પૂરું કર્યું. એક જગાએ બેઠાં બેઠાં તેનું શરીર સંકેચાઈ ગયું હોવાથી તેણે બગાસું ખાધું. ગુંથાઈને તૈયાર થયેલી વસ્તુ વ્યવસ્થિત જગાએ મૂકવા માટે તે ઊઠી.
દરવાજાની બાજુમાં એક નાની બારી હતી. તે બારીમાં લેખંડ