________________
રાધિકા–નૃત્ય
૧૮૧
ભૂલી રાધા જગતને વિસારીને ભગવાનમાં તન્મય બની હેય, તે ભાસ થતો હતો. આમાં તદન નિર્દોષતા જ રાધાના ચહેરા પર દર્શાવવામાં ચિત્રકારે સફળતા પ્રાપ્ત કરી હતી. ભીલડી સ્વરૂપે પાર્વતીએ આરંભેલા નૃત્યમાં ઘેલા બનીને ભાન ભૂલેલા ભગવાન શંકર, પાર્વતીની સાથે નૃત્યમાં ગુંથાયેલા ચિતરવામાં આવ્યા હતા. તેમના નૃત્યને ચિત્રકારે બહુ જ કાળજીપૂર્વક ચિતર્યું હતું. ચોથું ચિત્ર હતુંએક સ્ત્રીનું. અનંગસેના તેને રતિના નામે ઓળખાવતી હતી. તેને માંસલ દેહ કઈ પણ જાતની ઉણપ વિના દોરવામાં આવ્યો હતો. એક વૃક્ષની ડાળને બાંધેલી હીરની દોરીવડે એક નાના પાટિયાને બે બાજુએથી બાંધીને હીંચકાના ઉપયોગમાં લેવડાવવામાં આવ્યું હતું. તેના પર એક સુંદર સ્ત્રી બેઠેલી બતાવવામાં આવી હતી. તેણે પિતાના બંને હાથે તે બંને બાજુની હીરની દોરીઓ પકડી રાખી હતી. દોરી પકડેલા બંને હાથ ઊંચા હતા. માથાના વાળ તદ્દન દૂટા પણ પાછળની . બાજુએ વ્યવસ્થિત રીતે ખુલી રહ્યા હતા. શરીર પર એક બારીક વસ્ત્ર શોભતું હતું. તે વસ્ત્રની અંદરથી તેનો આ મસલ, ગોર દેહ સ્પષ્ટ રીતે દેખાઈ આવતો હતો. તે ગોરાંગી મૂલા પર ખૂલી રહી હતી.
બધાંય ચિત્રોમાં નિર્દોષતા દર્શાવવામાં આવી હતી, છતાં તે રાવવાને ખરો ઉદ્દેશ તો વિલાસની જાગૃતિ માટે હતો.
ખંડની વચ્ચે એક ગોળ આસન ગોઠવવામાં આવ્યું હતું. તે આસન એકલા કાચમાંથી જ બનાવેલું હતું. ગમે ત્યારે તેને ફેરવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
કૃતપુય તે આસન પર બેઠે. અનંગસેના પિતાના પ્રિયપાત્રને રીઝવવા માટે નૃત્ય-શૃંગાર સજવા લાગી. કુતપુર્ણય ભીંતપર દોરવામાં આવેલા ચિત્રો નિહાળવામાં ગુંથાયો. થોડા જ સમયમાં અનંગસેના તૈયાર થઈ ગઈ તે તપુણ્યની સન્મુખ આવી.
નૂપુર ઝંકાર થયો. નૃત્યને આરંભ થયો. દેહની કમાન વળાવા લાગી. કુતપુર્ણન નયને અનંગસેનાના નૃત્ય તરફ મંડાય.'