________________
નવી યુક્તિ
૧૨૭
શકાય ! તેનાં મદભર નયનમાં તારાની ચમક મારતી કીકીઓ, ને કમળદળ સમા નાજુક બાહુ સામા માણસને આકથી લેવામાં ક્ષણનો પણ વિલંબ ન કરે, તેવાં આકર્ષક છે.
- કુતપુણ્ય અનુભવ વિના તું કયાંથી સમજી શકે કે, સ્ત્રીના વાટિલા નાપાક અંગમાંથી મદભર્યું સૌદર્ય કરતું હોય છે. દેહલતાના પ્રત્યેક અંગેઅમાં કળામય મરડ ભર્યો હોય છે. યુવાનીમાંથી ખીલ માદક લાવણ્ય સ્ત્રીને પૂજનીય બનાવે છે. પછી પૂજારી પિતાને યોગ્ય લાગે તે રીતે તેની પૂજા કરે.
મહારાજા બિમ્બિસારનો ત્યાગ પછી અને પોતાના દૈવી પ્રેમના સમર્પણ પછી વૈશાલીના વીર યોધ્ધાઓ આમ્રપાલીને પવિત્ર નજરે જેતા થયા છે. તેનો પડતો બોલ ઝીલવામાં તે પિતાને ધન્ય માનવા લાગ્યા છે. દેશનતિકા હેવા છતાં દેવી તરીકે તેને માન પામે છે.
મહાન યોધ્ધાઓ જેમ સ્ત્રી સોંદ' માટે મરી ફીટવાને હિંમત ધરાવતા હોય છે, તેમ સ્ત્રી સૌંદર્યને પૂજવામાં પણ પાછા પડતા નથી. સ્ત્રીને તે વ્યક્તિ સમજે છે. શકિતમાંથી શક્તિ પ્રાપ્ત કરવાના કડ તે રાત દિવસ સેવતા હોય છે. મિત્ર ! માતા પિતા અગર પત્ની પ્રત્યે બેવફા થતા નથી. વફાદારીના તે ચાહક હેય છે. દેશ માટે મરી ફીટવાને તે ખડે પગે તૈયાર હોય છે. પોતાની પત્નીના સુખને ખાતર પિતાને પ્રાણ આપવાને તે અચકાતા નથી......”
મારે એવી વાત નથી સાંભળવી, અનંત !” અનંતને આગળ બોલતા અટકાવીને કૃતપુચ્છું બોલ્યું. “મારે તે તારા ગુણગાન પ્રાપ્ત કરનારી આમ્રપાલી વૈિષે જાણવું છે. તે કાણુ છે, કર્યાથી આવી છે, કેને ત્યાં ઊછરી છે, ને મહારાજા પ્રત્યે કેમ આકર્ષાણી ગાંધર્વ વિવાહિત પતિને ત્યાગીને પણ પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં તે યશસ્વી થઈ છે, એમ તું કહે છે; તેને મારે ખુલાસે જોઈએ છે. મારે તો આમ્રપાલી વિષે સત્ય શું છે તે જાણવું છે, તારી પ્રશંસાભરી વાત સાંભળવી નથી.”