________________
૧૨૬
કાવનાશેઠનું સૌભાગ્ય
“ના” “ત્યારે તારી એટલાં કમ ભાગ્ય.”
કેમ”
“જે તે તેને એકાદ વખત પણ જોઈ હેત, તો તું અનંગસેના પ્રત્યે દૃષ્ટિ પણ ન કરત.'
“કારણ
કારણ એજ કે તારી કલ્પનામાં પણ ન આવે એવી એ મહાન સ્ત્રી છે. તપુણ્ય ! તું તો કેવળ વાસનામાં લોલુપ્ત બનીને સ્ત્રીને નિહાળે છે. એક જ દષ્ટિએ અને ફક્ત સામેજ જોઈને ચાલનારને અનેક ઠેકરો વાગે છે. રસ્તામાં ચાલનારે તે આજુબાજુ અને જમીન તરફ પણ નજર કરવી પડે છે. જે તેમ કરવામાં તે બેદરકાર બને તે તેને આફતો પણ વેઠવી પડે છે. મિત્ર ! કોઈ દિવસ તે ક૯૫ના પણ કરી છે કે, સ્ત્રી શશી સમી શિતળ અને અગ્નિ સમી દાહક હોય છે? સ્ત્રીની લીબુની ફાડ જેવી આંખોમાંથી સરતાં અશ્ર બિન્દુઓ, સમય પ્રમાણે ખારી અને મીઠી હોય છે. ફકત સ્ત્રીનાં જ નહિ, પણ પુરૂષનાં અશ્રઓમાં પણ એ ગુણ હોય છે. એટલે અશ્રને કેવળ અઋજ ન માનતાં–ન માની લેતાં તે કેવા સ્વાદે રંગાયેલાં છે, તે અવશ્ય જોતાં થવું જોઈએ.
* પિતાના દેશના કાયદાને-મણતંત્રના અધિપતિ ચેટની આજ્ઞાને શિરસાવંઘ ગણી, પોતાના હૃદય સિંહાસને બિરાજેલા દેવને ત્યાગનાર અને પિતાના પવિત્ર પ્રેમનું દેશકાજે સમર્પણ કરનાર એ મહાદેવી આમ્રપાલી ને એક વખત તારે નજરે નિહાળવાની જરૂર છે. તેના હેઠમાં કેવું આકર્ષક માધુર્ય છે, તે તેને પ્રત્યક્ષ નિહાળ્યા સિવાય તું કેવી રીતે સમજી શકે! તેની અખોમાં રમતી હૃદયભેદક મોહિની તારે એક વાર નજરે જોવાની જરૂર છે. તેના સ્તનની દેખાતી અધી રેખાઓની અપૂર્વતા, નાસિકાને મદભર્યો મરોડ, પાતળી કમરની લચક, અને ચાલને ઠસ્સો નજરે નિહાળ્યા સિવાય કયાંથી સમજી