SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ કાવનાશેઠનું સૌભાગ્ય “કૃતપુય, કોઈને દતિહાસ જાણવા કરતાં તેના ગુણદોષ જાણવા જરૂરી છે. તેમાં પણ વિશેષ કરીને કોઇપણ વ્યક્તિના દોષ જાણવા કરતાં ગુણ જાણવાની અપેક્ષા વધારે રાખવી જોઈએ.” અનંત તેના મિત્રની ઈ તેજારીને ભૂલી જઈને પિતાના હૃદયમાં વાસ કરી રહેલી સદ્દભાવનાના કારણે સબોધ જ આપવા લાગી ગયો. “પુણ્ય અને પાપની ભાંજગડમાં વધારે ઊંડા ન ઊતરીએ તોપણ સારું નરસું તે સમજતાં શીખવું જ જોઈએ. ભલે, આપણે મહાન બની ન શકીએ, પણ મહાન બનવાની ઉત્તમ ભાવનામાંથી દિક સમયે આપણે મહાન બની શકીશું. પરમાત્માના યશોગાન ગાતાં ગાતાં ભલે આપણે ગમે તેવા વિચાર કરતા હોઈએ, પણ તે સમયની અકાદ પળે પણ જે સદભાવના જાગે તે સંસાર તરી જઈએ. સંસાર તરી જવા માટે માનવ જન્મ જ મહત્ત્વનો છે. આપણે માનવ જન્મ પામ્યા છીએ. સંસારના ફેરામાંથી ન છટકવા દેવા માટે તો વિલાસ અને ભેગની ઉત્તિ કરવામાં આવી છે. વિલાસ અને ભાગને જીતે તેજ ૫રમ આત્મા–પરમાતમાં બને છે. ભગવાન ઋષભદેવથી માંડીને ભગવાન પાર્શ્વનાથ સુધીના ત્રેવીસ તીર્થકરોનાં જીવન ચરિત્રો તપાસી છે. તેમને વિલાસ ભોગવવામાં વિક્ષેપ પડે તેમ હતો? તેમની પાસે સત્તા હતી, લક્ષ્મી હતી, વિલાસનાં ભરપૂર સાધનો હતાં. છતાં જ્યારે તે ઉપભેગની બધી વસ્તુઓ તેમણે ત્યાગી, ત્યારે તેમનો ઉધ્ધાર થશે. તે મોક્ષે ગયા અને તીર્થંકર પદ પામ્યા.” - કૃતપુર્વ તે અનંતનું લાંબુ લાંબું વિવેચન સાંભળીને કંટાળવા લાગે. પણ અનંતને તો તેની પરવાજ નહોતી. તે તે જયારે જ્યારે તેના કોઈપણ મિત્ર સાથે વાત કરવા બેસતો, ત્યારે ત્યારે તે ઉપદેશજ આપણા કરતો. જયારે તેના મિત્રો કંટાળીને એક પછી એક વિખરાઈ જતા, ત્યારે જ તેના ઉપદેશને અંત આવો. પણ અત્યારે તે કૃતપુણ્ય છટકી શકે તેમ ન હતો.
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy