________________
નવિ યુકિત
૧૨૫
“આમ્રપાલીનું આખું જીવન તો હું જાણતો નથી, અનંત ! પણ મેં એટલું સાંભળેલું કે તેના માટે વૈશાલીના મહાન વીરા અંદરોઅંદર કપાઈ મરતા હતા.'
એ વાત તો તદ્દન નગ્ન સત્ય છે.”
તો મારે એટલું ચોકકસ પણે કહેવું જોઈએ કે, સુંદર આમ્રપાલીને પ્રેમ સંપાદન કરવા જેટલી શકિત તેમનામાં નહિ જ હોય. સ્ત્રીનો પ્રેમ તો આત્માના પ્રેમથી જ સંપાદન થાય છે, અનંત ! બાહુબળથી કે શસ્ત્ર બળથી નહિ.”
એટલેજ આમ્રપાલીનો પ્રેમ મહારાજા બિંબિસારે પોતાના પ્રેમ વડે કર્યો હતો. મિત્ર, અનંગસેના માટે તો તું એકજ પ્રેમઘેલ બન્યો છે, જયારે આમ્રપાલી માટે તો આખા દેશ ઘેલો બન્યો હતો.”
છતાં આપણુ મહારાજા સિવાય તેના પ્રેમને બીજું કોઈ જીતી શકયું નહિ, એમજ ને !”
“હાસ્તો.” થોડો સમય અનંતકુમાર શ્વાસ ખાવા માટે ભ્યો. ડીવારે તે આગળ બોલવા લાગ્યો; “એનો અર્થ તે છે
કર્યો
- “બીજો શો અર્થ કરવાનો હોય, અનંત!” કૃતપુણે જ્વાબ આપતાં કહેવા માંડયું: “
લિચ્છવીઓ પ્રેમ બળમાં પછાત છે, ભલે શસ્ત્રબળમાં આગળ વધ્યા હોય.”
“ત્યાંજ તું ભૂલે છે, કૃતપુર્વ ! લિચ્છવી પ્રેમ પણ કરી. જાણે છે. શસ્ત્રબળવાળા પાસે પ્રેમબળ ન હવે, એમ માની લેવું ભૂલ, ભરેલું છે.”
તો પછી શા માટે તે લેકે આમ્રપાલીને પ્રેમ સંપાદન કરવામાં નિષ્ફળ નિવડયા?”
“આમ્રપાલીને પ્રેમ રસ્તામાં નથી પડે, મિત્ર! તે તે સ્વર્ગમાંથી ભૂલી પડેલી કોઈ અસર છે.” થોડીવાર થોભીને તે આગળ બેયોઃ " તે કોઈ દિવસ તેને જોઈ છે' ?