________________
૧૨૪
કાવનાશેઠનું સૌભાગ્ય “મારું જીવન તે હેડમાં મુકાઈ ચૂક્યું છે, અનંત !”. “ અને સાથે સાથે દેવી ધન્યાનું પણ.” “આપણુ રાજવીને પણ અનેક રાણી કય નહતી?” “આમ્રપાલીના ગાંધર્વ લગ્નના સમયે ને?” “ હાસ્તો.
“અનેક રાણી હતી માટે જ આમ્રપાલીને પડતી મૂકીને પાછા પોતાના રાણીવાસને ભાળતા થઈ ગયા.”
આમ્રપાલી એટલી મૂર્ખ કે તેણે પોતાના ગાંધર્વ વિવાહીત પતિને જવા દીઘા.”
“ ત્યાંજ તારી ભૂલ થાય છે, કુતપુર્વ ! એટલી જ એ મહાન કે પિતાના ગાંધર્વ વિવાહીત પતિને પોતાના રાજ્યમાં વગર આનાકાનીએ જવા દીધા. તેના અપૂર્વ ત્યાગની કવિતાની એકાદ કડી પણ તારી અનંગસેનામાંથી નહિ મળી આવે ! ગમે તેમ તો પણ આમ્રપાલી એક દૈવીકન્યા હતી અને આ અનંગસેના ગણિકા કન્યા છે.”
દૈવી કન્યા શાની અનંત! તું પણ મને મૂર્ખ બનાવવાની જ વાતો કર્યા કરે છે.''
“ નહિ. મિત્ર! મારા જીવનમાં કોઈને મૂર્ખ બનાવવાનો કે હાસ્યાસ્પદ બનાવવાનો લેશ માત્ર પણ પ્રયત્ન કર્યો નથી. મારા જીવનમાં મેં કેવળ સરળતાજ કેળવવાના પ્રયત્ન કર્યો છે, ને તેમાં મેં મોટા ભાગને યશ પણ પ્રાપ્ત કર્યો છે. નીતિભર્યું જીવન જીવવાનું મારું સ્વમ હું તદ્દન નિર્મળ પણે સિંધ કરી રહ્યો છું. સંસારમાં રહીને અને સાંસારિક સુખ ભોગવીને પણ બ્રહ્મચારીની પેઠે હું નિર્મોહી જ જીવન વીતાવી રહ્યો છું. ઉચ્ચ ભાવના, આદર્શ જીવન, નીતિમય વર્તણુક, દરેક પ્રત્યે સમભાવ હૃદયમાં દયા, વાણમાં સત્યતા, ને નિખાલસ સ્વભાવને મેં કેળવ્યાં છે. કૃતપુ, તને મૂર્ખ બનાવવાની ક૯૫ના પણ મારા મનમાં ઉદ્ધવવી અશકય છે. મિત્ર, હું માનું છું કે દેશનતિકા આમ્રપાલીના જીવન વિષે તું કદાચ અજ્ઞાત હોઈશ.”