________________
ધન્યા અને પરિમલ
૧૧૯
હજી તમારા ભાઈને આશા છે કે, તેમને મિત્ર જરૂર સન્માર્ગે વળશે. તમારા પતિમાં–પતિના મનમાં એક પ્રકારનો મોહમય આવેશ આવી મળે છે. તે આવેશ શમી જતાં જ તે પિતાના સત્ય રહે વળી જશે પણ આપણી ઇચ્છા પ્રમાણે તે જહદી નહિ બની શકે. તેને શેડો સમય લાગશે. તમારા ભાઈ પિતાનો પ્રયત્ન નહિ ત્યાગે. તમને જયારે
જ્યારે કોઈ પણ જાતની મુંઝવણ કે મુશ્કેલી ઊભી થાય, ત્યારે ત્યારે મને જણાવવાનું ભૂલશો નહિ. અમારી ફરજ અમે અદા કરીશું. માણસ માણસના ઉપયોગમાં નહિ આવે તે તેના ઉપગમાં આવશે?”
પરિમલના શબ્દો સાંભળીને ધન્યાની આંખમાંથી આસુ મરી પડય. છતા પતિએ આજે તે નિરાધાર બની ગઈ હતી. પુત્રપ્રેમ પાછળ સસરાએ ધન લેવા માટે આવતી દાસીને થોડી વાડી કરીને બધી જ સંપત્તિ આપી દીધી હતી. હવે બહુ કરકસરથી સંસાર ચલાવવાનો સમય આવી ચૂક્યો હતો. આવા બારીક સમયનું વર્ણન બીજા પાસે કરી શકાય તેમ નહોતું. સાસુ સસરાના કાને તો આ વાત નંખાય તેમ નહોતી, હવે પોતે પોતાના અલંકારો પર ઝઝૂમી રહી હતી.
તેને પ્રભુ પર અનહદ શ્રદ્ધા હતી. તેને અંતરઆત્મા કહેતો હતો કે, “પતિ જરૂર પાછા આવશે.' એ આશા પર એ દુઃખને પણ સુખ માનીને જીવન વીતાવી રહી હતી.
આશા એ જીવનનું મોટામાં મોટું સુખ છે. એ સુખમાં માણસ આનંદ માને છે, ને જીવન વીતાવે છે.
બહેન,” પિતાનાં આંસુ લૂછતાં ધન્યા બેલી. “મારા ભાઈ અમારા કુટુંબ માટે જે શ્રમ ઉઠાવી રહ્યા છે, તેને બદલે અમે આ ભવમાં તો વાળી શકીએ તેમ નથી.”
“ આવાં સમજુ અને સંસ્કારી હોવા છતાં તમારા મુખમાંથી આવા શબ્દો નિકળે છે, ધન્યા બહેન !” પરિમલ બોલી. “જગતમાં કોઈ કાઈના પર ઉપકાર કરતું નથી. પ્રત્યેક માનવી પોતે પિતાની