________________
૧૧૮
કયવનાશેઠનું સૌભાગ્ય તેમના અશક્ત શરીર સેવા માગે છે. મારાથી તેમની સેવા કરવાને લાભ જતો ન કરાય.”
અને એ આર્ય નારીએ પોતાના હૃદયમાં તોફાન મચાવી મૂકેલાં દુ:ખવિષે એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો. એક નિવાસ પણ બીજાના કાન પાવા ન દીધે. બાલ્યકાળના સંસ્કાર પર રચાયેલું જીવન તેવાં જ ફળ આપે છે, એ દાખલ તેણે પૂરો પાડે.
' અનંતકુમારે તેની પત્ની પરિમાને કહી રાખ્યું હતું કે, જયારે જ્યારે વખત મળે ત્યારે ત્યારે તપુણ્યની પત્ની ધન્યાની પાસે જઇને તેને આશ્વાસન આપવું. જગતની નિજા પ્રત્યે બહુ ઓછું ધ્યાન આપવું. કારણ કે નિન્દા એ તે જગતનાં કપટી માનવીએને ખોરાક થઈ પડયો છે. જે તે નિન્દા ન કરે તો તેને ખાવું પણ ન ભાવે. અને નિન્દા તે સજજનની થાય છે, દુજનેની તો થતી જ નથી. કારણ કે તેમની નિન્દા કરવા જેવું કંઈ હતું જ નથી.”
પતિમાં શ્રદ્ધા રાખનાર પરિમલે પતિનું કથન અક્ષરસઃ પાળવા માંડયું. તે ધન્યાની પાસે જવા લાગી. કૃતપુણ્યનો પોતાના પતિ સાથે થયેલ સંવાદ તેણે ધન્યાને કહી સંભળાવ્યો. તે ઉપરાંત તેણે કહ્યું કે, બહેન, તમારાં સાસુ સસરા પાસે મારા પતિ અસત્ય બોલ્યા હતા. તેમ કરવામાં તેમને એ હેતુ હતો કે, તમારાં સાસુ સસરાનાં મનને એકદમ આઘાત ન પહેચાડે. પણ તમને તો તે ઘટનાથી માહિતગાર રાખવો જોઈએ. તમારા પતિ એકદમ બદલાઈ ગયા છે. તમારા ભાઈ તેમને સમજાવવા જાય છે, ત્યારે તેમનું અપમાન જ થાય છે. હું સમજી શકું છું કે મારા શબ્દોથી તમારા મનને ઘણું દુઃખ થશે, પણ મારી ફરજ મારે બજાવવી જોઈએ. ગમે તેમ તો પણ તમે તેમનાં પત્ની છે. ઘરનુંકુટુંબનું એક માણસ તો એ બીનાથી માહિતગાર હેવું જોઈએ.
આજે તમારા સાસુ સસરાનાં મન અને દેહ નિર્બળ બની ગયાં છે. તેમનાથી આવી માહિતી સહન થઈ શકે તેમ નથી. બહેન,