________________
૧૦
ક્યવનાશેઠનું સૌભાગ્ય
ફરજ બજાવતા હોય છે.”
“ પરિમલ બહેન, તમારા પતિના સદગુણ તમારામાં ઊતર્યા છે, એટલે જ તમારું હૃદય આવું નિર્મળ અને લાગણીભર્યું છે.” ધન્યા કહેવા લાગી. “આજે અમારી સાહાએ કથી ઓછાં છે? રસ્તામાં તેમની વાતો સાંભળવામાં અને તેમાં આનંદ માનવામાં સુખ સોભવતા માણસો કયાં ઓછા છે ? પણ આજે કાઈ તેમના પ્રત્યે કે તેમના કુટુંબ પ્રત્યે એક નજર પણ નખે છે ? હમદદભ એક શબ્દ પણ ઉચ્ચારે છે ! બહેન, જગત તો કાઈથી ભરેલું છે. ફરજ અને લાગણી તો થોડી જ માન મેળવી શકય હોય છે. તેઓને દેવ માનીને તેમની પૂજા કરીએ તો પણ ઓછી છે.”
“જગતમાં જે બધાંની પૂજા કરવા બેસીયે તો આપણો આરે પણ ન આવે, બહેન.” પરિમલ બેલી. “એવી ઘેલછાઓજ માણસને નિર્બળ મનનાં બનાવે છે. પૂજા કેવી ને વાત કેવી ! દરેક જણ પોતપોતાની ફરજ અદા કરે છે. એમજ માનતા થવું જોઈએ. અતિશય ભલમનસાઈ કે વિવેક રાખનાર માટે આ જગતમાં સ્થાન નથી. સામી વ્યક્તિ જેવી હોય તેવા થઈએ અને એક મારનારને સામા બે મારીએ, તો જ જગતમાં જીવવાને લાયક બનીએ. જગતનાં માનવીઓ નરમ-નમ્ર માણસને જીવવા દેવામાં ખુશી નથી હોતા અતિશય નમ્ર બનવાનું પરિણામ સહન કરવામાં આવે છે.”
ધન્યા પરિમલના શબ્દો સાંભળી રહી તેને તેમાં કંઈક સત્ય ભાસ્યું. તેને અનુભવ પણ તેજ કહેતો હતો. “કેઈપણ વ્યકિત પાસે નરમ બનીને શા માટે ઊભા રહેવું જોઈએ? તેના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો. પણ સાથે સાથે તેના અંતરાત્માનો જવાબ મળી ગયો કે, “ જેવાની સાથે તેવાજ થવું જોઈએ.'
બહેન,” પરિમલ આગળ કહેવા લાગી. “તમારા ભાઈના આજ સુધીના બધા પ્રયાસો નિષ્ફળ નીવડયા છે. પણ હવે તે મારા ભાઈને–તમારા પતિને જુદી જ રીતે સમજાવવાના છે. તેમની ખાત્રી