________________
પ્રકરણ ૧૬ મું
ધન્યા અને પરિમલ દિવસો પર દિવસો અને મહિનાઓ પર મહિનાઓ વીતવા લાગ્યા. ધનેશ્વર શેઠ અને શેઠાણુની ઇચ્છા પાર ન પડી. અનંતકુમાર બે ચાર વખત કૃતપુણ પાસે જઈ આવ્યો, પણ પરિણામમાં ફક્ત નિષ્ફળતા જ સાંપડી.
પહેલી મુલાકાતનું પરિણામ તેણે શેઠને અને શેઠાણીને વિગતવાર ખરું કહી સંભળાવ્યું નહોતું. તેને લાગ્યું કે જે કૃતપુણ્યના શબ્દો અક્ષરસઃ તેનાં માતા પિતાને કહી સંભળાવવામાં આવશે તો તેમના દિલને સખ્ત આઘાત લાગશે. એ કારણે તેણે મુલાકાતનું પરિઆમ આશા જેવું આવ્યું હોય, તેવા સમાચાર આપ્યા.
એક બે વખત ધન્યાનાં માતા પિતા પણ આવી ગયાં. તેમણે ધનેશ્વર શેઠને અને સુભદ્રા શેઠ ણીને આશ્વાસન આપ્યું. પિતાની પુત્રીનું દુઃખ તે તેમનાથી સહું જાય તેમ નહોતું. તેમણે તેને થોડા સમય માટે પિતાને ત્યાં રહેવા આવવા માટે આગ્રહ કર્યો, પણ ધન્યાએ અત્યંત નમ્રતાથી તેને અસ્વીકાર કર્યો, તેનાં સાસુ સસરાયે પણ તેને કહી જોયું. પણ જવાબમાં તેણે એટલું જ કહ્યું કે, “જન્મ આપનાર માતા પિતાનાં શરીર સારા છે. લગ્ન પછી માની લીધેલાં માતા પિતાના શરીર સારાં ન હોય, તે કોઈપણ સ્ત્રી પોતાને ધર્મ ન ચૂકે, મારાં સાસુ સસરા એજ મારાં માતા પિતા છે. મારે તેમની સેવા કરવી જોઈએ. આજે તેમનાં હૃદયમાં કારી ઘા વાગે છે.