________________
૧૦૬
યવનારોઠનું સૌભાગ્ય
બંને જણાં સાદો ખોરાક લેતાં હતાં. ધન્યાને આહાર તે તદન ઘટી ગયો હતો. તેને દેહ તદૃન સૂકાઈ ગયો હતો. સાસુ સસરાનું દુઃખ તેનાથી જોયું જતું નહોતું. પતિનું શુભ ઇચ્છવામાં અને સાસુ સસરાની સેવા કરવામાં તે પોતાને આખો દિવસ વ્યતીત કરતી હતી. રાત્રિ તેને ખાવા ધાતી હતી.
પતિના મનમાં તે પોતાને જ દોષિત માનતી હતી. જે પોતે સાદી ન હતા, ને સર્વ કલા નિપુણ હેત તો પતિને બહાર નજર કરવાને પ્રસંગ શા માટે આવત! તેવી તેમને ઈછા પણ શા માટે યાત !
ભોળી અને પતિપરાયણ પત્ની એથી વિશેષ શું વિચારી શકે
પુત્રને વિરહ વધુ સહન થઈ ન શકવાથી એક વખતે ધનશ્વર શેઠે અનંતકુમારને કહ્યુંઃ “અનંત, હવે તે ઘણો સમય થઈ ગયો છે. એક વખત તું કતપુણ્ય પાસે ન જઈ આવે?
“આવતી કાલે જરૂર જઈશ, કાકા.” કુતપુર્વે ધનેશ્વર શેઠને આશ્વાસન આપતાં કહ્યું.
ધનેશ્વરશેઠને સંતોષ થયો.
ઘણું દિવસ પસાર થઈ જવાથી અનંતકુમારને પણ કૃતપુણ્યને મળવા જવાનું યોગ્ય લાગ્યું.
બીજા દિવસે તે અનંગસેનાના આવાસે જઈ પહો .
**