________________
ધનેશ્વરોઠના કુટુંબમાં
૧૦૫
આવી છે.
- દેવોમાં કદાચ દેવીઓ પોતાના પતિની લાતો ખાતી નહિ હેય, પણ સેવા તે જરૂર કરતી હોય છે. લક્ષ્મીજી પોતાના સ્વામીના પગ દાબવામાં કે તેમની સેવા કરવામાં નાનમ અનુભવતાં નથી.
દુરાચારી કે ખૂની પતિની લાતો ખાવી જોઈએ કે નહિ, એ પ્રશ્નને અલગ રાખવાની જરૂર છે. પણ સેવા કરવાની ભાવના તો જળવાઈ રહેવી જોઈએ.
સેવા ભોગવનાર કરતાં સેવા કરનારનું મહત્ત્વ હંમેશાં વધુ હેય છે. સેવાનું મહાભ્યજ જુદું છે. પુરૂષ પુરૂષની પણ સેવા કરી રાક છે. સ્ત્રી સ્ત્રીની પણ સેવા કરી શકે છે. સ્ત્રી અને પુરૂષ દેવની પણ સેવા કરી શકે છે. સેવામાં કઈજ ફરક નથી. સેવા કરનાર સેવાસ્વીકારનારની ગ્યતાજ જુએ છે. શ્રી હંમેશા પોતાના પતિને દેવ માનતી આવી છે. દેવની સેવા કરવી દરેકને માટે યોગ્ય છે. સેવા કરનાર પત્ની જે સાચા દિલથી સેવા કરતી હશે તો દુરાચારી, દારૂડીઆ કે ખૂની પતિને પણ દેવ જેટલી યેયતાએ પહોંચાડી શકશે. લાતો મારનાર પતિ આપોઆપ પોતાની ભૂલની ક્ષમા માગતો થઈ જશે.
સેવા કરનાર અને સેવા સ્વીકારનારની યોગ્યતા ત્યાં જ સમાયેલી છે.
એજ સંસ્કારના કારણે આખે ભારત દેશ સેવા કરવા માં આનંદ માને છે. સેવા કરનારની સેવા કદિ નિષ્ફળ જતી નથી.
કુતપુર્યની ગમનને કેટલાયે દિવસે વીતિ ગયા હતા. ધનેશ્વર શેઠને વેપાર પણ લગભગ સકેલાઈ ગયો હતો. ધન લેવા આવનારી સેવિકાને તે કદિ પણ પાછી કાઢતા નહિ. ઇચ્છા ન હોવા છતાં અને સંપત્તિ લગભગ ખલાસ થવા આવી હોવા છતાં પુત્ર તરફની લાખપણીના કારણે તે પોતાની શકિત અનુસાર થોડું ઘણું પણ અપતા.
તેમને અને શેઠાણને દેહ હવે કથળ્યો હતો. બંનેમાં અશકિત પ્રવેશી ચૂકી હતી. જીવવા માટે-૮૦ ટકાવી રાખવા માટે તે