SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - મરીબેના સાથી અજબ હતો એ ગૃહસ્થનો ભક્તિભાવ. મુનિરાજ પ્રત્યેની એની ભાવની અખંડ હતી. ગરીબોના બેલી થવા માટે એ પ્રાણ પાથરતો હતો. પ્રભુએ માનવીને લક્ષમાં તો આપી હોય, પણ પૂર્વ ભવનાં પુણ્ય જગ્યા હોય ત્યારે જ એને આવી બુદ્ધિ સૂઝે છે. ત્યારે જ એ તિજોરીમાં કેદી બનેલી લમી ગરીબોની સેવા માટે સમર્પણ થાય છે. અને એવા એવા કઈ વીરલા જ જીવનને ધન્ય કરે છે. અને છતાં ય આજના જમાનામાં નજીવું દાન કરનાર પણ વતમાનપત્રને પાને પિતાનું નામ છપાય એ જેવા અત્યંત આતુર હોય છે. આજે જે ડાઘણાં દાન થઈ રહ્યાં છે તેમને મેટો ભાગ તે કેવળ કીર્તિની લાલસાને કારણે થઈ રહ્યો છે. પણ આ દાન કરનાર ગૃહનિસ્પૃહી હતો. એને નામની-કીર્તિની વાસના ન હતી. એના હૈયામાં તો એવાની અચળ ભાવના હતી-ગુરૂદેવ પ્રત્યેની મમતા હતી-માનવતા હતી-સમર્પણના સંસ્કાર હતા. માનવજાતનાં એ પરમ ઉપાસકને માનવતાએ સાદ દીધો અને એનું હૈયું જાગ્યું. મુનિરાજને લાગ્યું કે આવા મહાન માનવીનું નામ તો આપવું જ જોઈએ, પણ એ ત્યાગી પુરૂષે નામ આપવાની મના કરી હતી. એવા પુરૂષોને નામનાની પરવા નથી હોતી. એ તો કેવળ પોતાના ધર્મને જ ઓળખે છે. ફાંફાં મારવાથી કીર્તિ કદી મળતી નથી. નામની તખતી ચઢવાના મોહથી-બીજાની મહેનતને યશ વિણ મહેનતે પોતાને નામે જમા કરાવનાર કેવળ મૃગજળની પાછળ ભમે છે. સુખ અને શક્તિની લાલસામાં એ પિતાના પતનને નેતરે છે. એ ઉદાર ગૃહસ્થ કરાચીને પોતાની એક ઓળખીતા દ્વારા અથવ કિરાચીના સહાયક મંડળ ઉપર ગરીબોની રાહત માટે રકમ મોકલતે જ
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy