SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૪ ] શ્રી કપૂરવિજયજી ધર્મનું લક્ષણ કહ્યું છે. તેમાં દઢ આદર કરનાર મુમુક્ષુ જનને દેવદાનવાદિક નમસ્કાર કર્યા કરે છે. મન-વચન-કાયાને કાબૂમાં રાખી એ સદા યથાશક્તિ ધર્મકરણ કરવી જોઈએ. શુદ્ધ દેવ-ગુરુની સેવાભક્તિ, જીવદયા, શુભ પાત્રને યથોચિત દાન, ગુણીજને ઉપર નિઃસ્વાર્થ પ્રેમ અને શાસ્ત્રનું પઠન-શ્રવણ-મનન કરતા રહેવાથી મન-વચન-કાયા પવિત્ર થઈ શકે છે, એટલે અંતરના દોષ દૂર થતાં પૂર્વોક્ત દર્શન, જ્ઞાન ને ચારિત્રલક્ષણ ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે અને એ જ આ મનુષ્યજન્માદિક દુર્લભ સામગ્રી પામ્યાનું ઉત્તમ ફળ છે. સર્વજ્ઞકથિત જીવાદિકનો વિવેકભર્યો વિચાર કરે એ બુદ્ધિ પામ્યાનું ફળ છે, યથાશક્તિ તપ, જપ, વ્રત-નિયમાદિકનું સેવન–પાલન કરતા રહેવું એ દેહ પામ્યાનું ફળ છે, વિવેકપૂર્વક પાત્રને દાન દેવું એ પૈસા પામ્યાનું ફળ છે અને અન્યને પ્રીતિ ઉપજે એવાં હિતવચન કહેવાં એ વાણી પામ્યાનું ફળ છે. એ મુદ્દાની વાત તરફ દુર્લક્ષ કરીને બહુધા નારદવૃત્તિવડે એકબીજાને લડાવી, અવળે રસ્તે દોરી બુદ્ધિનો દુરુપયોગ કરવામાં આવે છે. જરૂરીયાતો ઘટાડી મન ને ઈન્દ્રિયના દમનરૂપ સંયમ–માર્ગ સેવવાને બદલે સુખશીલતાથી મન અને ઇન્દ્રિયને મોકળી મૂકી અસંયમને પુષ્ટિ આપવામાં આવે છે. સુપાત્રને દાન દેવાને બદલે બહુધા કુપાત્રને પિષી પૈસાને ગેરઉપયોગ કરવામાં આવે છે અને હિત, મિત, સત્ય, મિષ્ટ–મધુરી વાણીવડે અન્યને સંતોષવાને બદલે તીર જેવાં તીર્ણ ને કટુ વચનવડે પરને સંતાપવામાં આવે છે. પવિત્ર જિનવાણુનું ખરું રહસ્ય નહીં જાણવાનું અને હૃદયમાં નહીં અવધારવાનું એ અનિષ્ટ પરિણામ છે. પરિપકવ બુદ્ધિ ને શ્રદ્ધાવાળા સુશીલ વડીલ જનોને અનુ
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy