SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ ઃ [ ૨૧૩ ] જૈન યુવકોને ઉદ્દેશીને ઉપદેશ. બંધુઓ! તમે દેશ, સમાજ અને શાસનની ઊગતી આશારૂપ છો. તમારામાં બળ, ઉત્સાહ અને શુભેચ્છાઓ છે. જે તમારામાં ચઢતા લેહી સાથે ન્યાય, નીતિ ને પ્રમાણિક્તા દાખલ થાય, વડીલેની સેવાદિક માર્ગાનુસારીપણું અનુસરવા જેટલું ધૈર્ય આવે, તથા વીતરાગ પરમાત્માએ પ્રકાશે પવિત્ર ધર્મ પ્રાપ્ત કરવા ગ્ય ગંભીરતા, આરેગ્યતા, સૌમ્યતા, જનપ્રિયતા, હૃદયની કમળતા, પાપ–ભાવભીરુતા, અશઠતા, સુદાક્ષિણ્યતા, લજજાળુતા, દયાળુતા, મધ્યસ્થતા, નિપેક્ષતા, ગુણશીલતા, સત્યરસિક્તા, સુપક્ષતા, દીર્ધદર્શિતા, વિશેષજ્ઞતા, વૃદ્ધાનુસારિતા, વિનીતતા, કૃતજ્ઞતા, પરહિતરસિકતા અને કાર્યદક્ષતા વિગેરે ઉત્તમ ગુણાનું સતત સેવન કરવાનું દઢ લક્ષ્ય થાય તે તમારા આત્માની ઉન્નતિ સારી રીતે થયા વગર ન જ રહે. તમે ભાઈઓ જ્ઞાનીઅનુભવી-વૃદ્ધ વડીલથી અળગા-અતડા રહેતા હોવાથી જેન શાસનનું ખરું રહસ્ય યથાર્થ જાણું શકતા નથી, તથા સર્વજ્ઞ ભગવંતે પ્રકાશેલા તો ઉપર દઢ આસ્થા-પ્રતીતિ રાખી શકતા નથી, તેમજ તથાવિધ ચારિત્ર-સંયમબળને કેળવી શકતા નથી, તેથી આર્યક્ષેત્ર, મનુષ્ય જન્માદિક દુર્લભ સામગ્રી પામ્યા છતાં જોઈએ એવી આત્માની ઉન્નતિ સરલતાથી સાધી શકતા નથી. તત્ત્વાર્થ–શાસ્ત્રમાં સમ્યમ્ દર્શન (સભ્યત્વ), જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ સંયુક્તને જ મોક્ષમાર્ગ કહ્યો છે. તે વગર ગમે તેવી કણકર@થી જન્મમરણાદિક દુઃખના સર્વથા અંતરૂપ મોક્ષમાર્ગ પ્રાપ્ત થઈ શકતો નથી. પવિત્ર ધર્મકરણીવડે પાપ ને મલિન વાસનાને અંત આવે છે. ડહાપણભરી અહિંસા (દયા), સંયમ અને તપ એ
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy