SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૧૬૭ ] તથા સમાજનું, ધર્મનું અને દેશનું પણ પારમાર્થિક હિત સધાય તેવી બુદ્ધિશક્તિવાળા થાય. ૭. સુપુત્ર વર્ણન. ( સ્વાગતા વૃત્ત ) માત તાત પદ્મ કિંજ સેવા, જે કરે તસ સુપુત્ર કહેવા; જેહ કીત્તિ કુળ લાજ વધારે, સૂર્ય જેમ જગ તેજસ ધારે. ( શાલિની વૃત્ત ) ગગાપુત્રે વિશ્વમાં કીર્ત્તિ રોપી, આજ્ઞા જેણે તાતકેરી ન લેાપી; તે ધન્યા જે અંજનાપુત્ર જેવા, જેણે કીધી જાનકીનાથ સેવા. ૨૦ ૨૧ જે સદા માતાપિતાના ચરણની સેવા કરે અને કુળની લાજ-પ્રતિષ્ઠા તથા યશ-આબરુ વધારે તેને સુપુત્ર લેખવા. જે સુપુત્રા માતપિતાની સેવાભક્તિપૂર્વક તેમની ઉચિત આજ્ઞાનું સદા રિપાલન કરતા રહે છે તથા ન્યાય-નીતિથી પ્રમાણિકપણે ચાલે છે તેમના યશ-પ્રતાપ સૂર્યની પેઠે દિન દિન વધતા જ રહે છે. જેણે કદાપિ માતાપિતાની આજ્ઞા લેાપી નથી એવા વિનીત ગ`ગાપુત્ર-ગાંગેય ભીષ્મપિતામહની કીર્ત્તિ અદ્યાપિ સર્વત્ર ગવાય છે. તેમ જ જેણે જાનકીનાથ-શ્રી રામચંદ્રજીની સાચા દિલથી સેવા કરી તે શ્રી અંજનાપુત્ર-હનુમાનજી જેવા નરરત્નને પણુ ધન્ય છે. માતાપિતાદિક તથા ઉપગારી
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy