SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૮ ] શ્રી કરવિજયજી ૩૬. શ્રાવક ધર્મ શ્રાવક ધર્મના સ્વરૂપનું સક્ષેપ કથન. (શાર્દૂલવિક્રીડિતવૃત્ત) જે સમ્યકત્વ લહી સદા વ્રત ધરે, સર્વજ્ઞ સેવા કરે, સંધ્યાવશ્યક આદરે ગુરુ ભજે, દાનાદિ ધર્માચરે; નિત્ય સદ્ગુરુ સેવના વિધિ ધરે, એ જિનાધીશ્વરે, ભાખે શ્રાવક ધર્મ દાયર–દશધા જે આદરે તે તરે. ૭૩ (માલિનીવૃત્ત) નિશદિન જિનકેરી, જે કરે શુદ્ધ સેવા, અણુવ્રત ધરી જે તે, કામ આનંદ કેવા; ચરમ જિનવરિદ, જે સુધમે સુવાસ્યા, સમકિત સતવંતા, શ્રાવકા તે પ્રશસ્યા. ૭૪ શુદ્ધ દેવ, ગુરુ અને સર્વજ્ઞ–વીતરાગકથિત ધર્મ ઉપર દૃઢ શ્રદ્ધારૂપ સમકિત ગ્રહણ કરી જે વ્રતનિયમેને આદરે, સર્વજ્ઞ દેવની સેવા-ભક્તિ કરે, સંધ્યાવશ્યક (બે ટંક પ્રતિક્રમણ-સામાયિક પ્રમુખ) આદરે, પૂજ્ય–વડિલ જનની ભક્તિ કરે, દાનાદિ ધર્મનું સેવન કરે અને સદા ય સદ્દગુરુની વિધિવત્ સેવના કરે, એ રીતે શ્રી જિનેશ્વરભાષિત દ્વાદશ વ્રતરૂપ ગૃહસ્થ ધર્મ જે મહાનુભાવ શ્રાવકે આદરે તે સ્વર્ગાદિકનાં સુખ અનુ. ભવી અનુકમે મોક્ષસુખ પામે. ૧ બે ટંક પ્રતિક્રમણ ૨ બાર પ્રકારનો. ૩ આનંદ અને કામદેવાદિક શ્રાવક.
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy