SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ , die ’ આંગ્લ લેખક મે( May )ના એ વચનો કહે છે કે ‘· જિંદગી આપણને એટલા સારું નથી મળી કે જ્યારે આપણે પરભવની વાટે સચરીએ ત્યારે આપણી પાછળ મૂકવાના સંગ્રહ માટે જ તેને આખાયે ખરચી નાંખીએ-અર્થાત્ તેનો બીજો પણ ઉપયાગ છે અને તે એ જ કે સ્વજીવન ઉન્નત બનાવવાના ઉપાયેા લેવા અને સાથે સાથે પરમાના કાર્યો કરવા. > મુનિશ્રીના જીવનમાં આ પ્રકારનો સુમેળ ઠીક સધાયેા છે. સાચા પરમાર્થ જ્ઞાનાર્જન અને જ્ઞાનદાનમાં સમાયેા છે. ઉભયભવઉપકારી એવા ‘ જ્ઞાન ’ ની અકલ્પ્ય શક્તિથી કાણુ અજાણ્યુ છે? Knowledge is power અર્થાત્ ‘ જ્ઞાન એ જ પરમ શક્તિ છે ' એ સૂત્ર કાણુ નથી જાણતું? જ્ઞાનની પરબ શરૂ કરવી એટલે કે શિક્ષણનો પથ સ્વીકારવા એ નાનોસૂનો પરમાર્થ ન કહેવાય. એ સબંધમાં આંગ્લ કવિ મીલ્ટન જણાવે છે કે "The end of learning is to know God, and out of that knowledge to love Him, and to imitate Him, as we may the nearest by possessing our souls of true virtue. "" પરમાત્માને એળખવા એ શિક્ષણનો સાર યાને છેડા છે. તે જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તેને ચાહતાં શિખવુ જોઇએ. ત્યારબાદ તેનું અનુકરણ કરવાની ટેવ પાડવી કે જેથી આપણા આત્મામાં તેના જેવા સત્ય ગુણાનો આવિર્ભાવ થાય અને તેથી તેની નજીક પહોંચી શકીએ. અર્થાત્ આત્મા પોતે પરમાત્મસ્વરૂપમાં ફેરવાઈ જાય. ઉપાધ્યાયજી યશેાવિજયજી મહારાજ પણ રૂહિદ્મા મમરીધ્યાનાર્ વાળા ક્લાકમાં એ જ જાતનો ભાવ દર્શાવે છે-ઈયળ જેમ ભમરીન ધ્યાનથી ભમરીપણાને પામે છે તેમ આત્મા પણ પરમાત્માના ધ્યાનમાં લયલીન બની એ પદ પ્રાપ્ત કરે છે. અહીં શાંતમૂર્તિના જીવનનું ધ્યેય
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy