SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પણ એ જ દષ્ટિગોચર થાય છે. એમના પ્રત્યેક લેખ પાછળનો ધ્વનિ જીવન સુધારણા સંબંધે નીકળે છે. લેખ ભલે ધાર્મિક કે સામાજિક દષ્ટિએ લખાયે હોય છતાં એમાં આત્મશોધનનું ઇજકશન ખાસ કરીને હોય જ. મહાન વિચારક બેકન વદે છે તેમ Right use of knowledge યાને જ્ઞાનનો સદુપયોગ તે સારી રીતે, વધુ ને વધુ પ્રચારમાં સમાવે છે, કારણ કે જ્ઞાન કાંઈ નફે ટાટ કરવાની વસ્તુ નથી પણ પરમાત્માની કીતિ સૂચવનાર અને માનવજાતને આનંદ આપનાર કિંમતી ખજાન યાને ભંડાર છે. સન્મિત્રે જીવનમાં આ બેયને સ્વીકારી કામ લીધું છે. ભિન્ન ભિન્ન પ્રદેશમાં વિહાર અને તે તે સ્થળામાં દીધેલે ઉપદેશ એ વાતની સાક્ષી પૂરે છે. એ સંતે ભલે કોઈ મેટા ગ્રંથને સર્જન ન કર્યા હોય, લાંબા વાદવિવાદ પણ ન ચલાવ્યા હોય, તેઓશ્રીના માનમાં મેટા સામૈયા પણ ન ચઢાવાયા હોય, અથવા તો મોટા સમારંભે ન ગોઠવાયા હોય છતાં વિનાસંકોચે એટલું તો કહી શકાય કે પરમાત્મા શ્રી મહાવીર દેવના અમૂલ્ય વચનામૃતોને કેવલ જનકલ્યાણની વિશાળ ભાવનાથી પ્રેરાઈ માનવહૃદયની ઊંડી ને અંધારી ગુફામાં દાખલ કરવા-એ દ્વારા તિમિરાછાદિત પ્રત્યેક હૃદય-કોણ અજવાળવા એકધારો પ્રયાસ તેઓશ્રીએ સેવ્યો છે. પિતાના જીવનમાં ઉતારી બતાવી, સુન્દર પ્રગતિ સાધી ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. એ વાતની પ્રતીતિરૂપે “શ્રી જૈન ધર્મ પ્રકાશ”—“શ્રી આત્માનંદ પ્રકાશ માસિકની ફાઈલે અને એ ઉપરાંત સંખ્યાબંધ લઘુ પુસ્તિકાઓ આપણી સામે મોજુદ છે. કલમ પકડનારના જીવન પરત્વે લંબાણથી ડોકિયું કરી ગયા પછી એ કલમ કેવા પ્રદેશમાં વિચરી છે તે તરફ ઊડતી નજર ફેરવવી વાસ્તવિક લેખાશે. સમારક સમિતિ તરફથી પ્રગટ થતું આ પ્રથમ પુસ્તક છે. એમાંનો બધે સંગ્રહ શ્રી “જૈન ધર્મ પ્રકાશ” માસિકમાં આવેલા લેખનો છે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy