SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જીવનમાં એ પ્રમાણે અમલ પણ કરી રહ્યાં હતાં અને પેાતે જે પિયૂષપાન કરી રહ્યાં હતાં તે જગતના અન્ય જીવેા પણ છૂટથી કરે અને અમર અને એવી ઉદાર ભાવનાથી કલમ મારફતે તેમ ઉપદેશદ્વારા તેને વિસ્તારી રહ્યાં હતાં. ધર્મોની ચર્ચા સિવાય તેમની સમિપમાં બીજી કાઈ કથની ચાલતી નહીં. ત્યાં ‘દેવે ન દા ' એટલે કે રાજી થઇને આશીર્વાદ દેતા નહીં અને કફા થઈને ‘ શ્રાપ ’ દેવાપણું તે હેાય જ કચાંથી ? કપૂર સમ એ મીઠી સુવાસ એટલા વિશાળ પ્રમાણમાં પ્રસરી રહેલ છે કે ભારતવર્ષમાં એવા કાઈ પ્રદેશ નથી કે જ્યાં મુનિ શ્રી કપૂરવિજયજીનું નામ અણુસભળાયું હોય. એ ગૌરવસંપન્ન સંતના પવિત્ર જીવનની મીઠી સૌરભ તે લાંબા વખત સુધી પ્રસરતી રહેશે-ભલે આપણી સમક્ષ એ સ્થૂળદેહે મેાજીદ ન હેાય. એમના અક્ષરદેહ તરફ દષ્ટિપાત કરતાં કહેવુ પડશે કે તેએશ્રી આપણી નજર સામે છે એટલું જ નહિં પણ કેટલાય વર્ષો પંત તેએશ્રીનુ પૂનિત નામ સ્મૃતિપટમાંથી ભુસાવાનુ નથી. સારાયે જીવનમાંથી ઊડીને આંખે વળગે તેવી વાત તે એ છે ક તેઓશ્રી અનિશ કંઇ ને ક ંઇ લખ્યા જ કરતા. ભલે એમાં શબ્દને આડંબર ન હેાય, અલંકારની ભભક ન ભરી હાય, દરેકમાં વિનતાનો એપ ન જણાતા હોય, છતાં ધાર્મિક અને નૈતિક મુદ્દાઓ ઉપર એવી તા સુંદર છણાવટ ટૂંકાણમાં અને સરળભાષામાં કરી હોય કે જેથી વાંચનારના અંતરમાં એ સાંસરુ' ઉતરી જાય. જેમના વિચાર, વાણી અને વતન એકધારા ઐક્યની સૂત્રગાંઠે ગાયેલા છે એમના વચને તલસ્પર્શી અસર પેદા કરે એમાં આશ્ચર્યાં જેવું કંઇ જ નથી. હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થતાં ઉદ્દગારા સચોટ જ હેાય. એમાં હારેાના જીવન પલટાવી નાંખવાની અર્ચિત્ય શક્તિ હોય છે. અલાદ્દીનના જાદુઈ ફાનસ કરતાં પણ અતિ વેગથી એ ધારી અસર ઉપજાવે છે. એ અનેરા પ્રકારના જાદુનો ખ્યાલ લખવા કરતાં અનુભવનો વિષય ગણાય. was not given us to be all used up in the pursuit of what we must leave behind us when we 'Life
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy