SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ એક કવિએ કહ્યું છે તેમ– સાધુ નામ તે સાધે કાયા, પાસે નાખે કેડીની માયા; લેવે એક, દેવે ન દો, ઉસકા નામ સાધુ કહે. એ બે પંક્તિમાં કહેલી બાબતે સાથે મુનિશ્રીના જીવનનું તેલન કરીએ છીએ ત્યારે આજના પંન્યાસ ઉપાધ્યાય કે સૂરિપદ કરતાં પણ જૈન સમાજમાં તેમનું સન્મિત્ર ને સદ્દગુણાનુરાગી” તરીકેનું સ્થાન અતિ ગૌરવવંતુ દષ્ટિગોચર થાય છે. “નિજ સ્વરૂપ જે ક્ષિા સાધે તે અધ્યાત્મ કહીએ રે” એ શ્રી અગિયારમા પ્રભુ શ્રેયાંસજિનના સ્તવનમાંના ઉલ્લેખ મુજબ, પવિત્ર એવા શ્રી શત્રુંજયના ડુંગર પર કેવળ નીચી દષ્ટિએ, ઈર્યા અને ભાષાસમિતિનું પાલન કરતાં માર્ગ કાપી રહેલ એ સંતને જુઓ અથવા તો રાયણવૃક્ષ હેઠળના શ્રી યુગાદિ પ્રભુના પગલા સામે, એક ધ્યાનથી મીંટ માંડી રહેલ એ સાધુજીને નિહાળો ત્યારે સાધુતા શબ્દ પાછળનો સાચે ભાવ સમજાય અને “ સાધે કાયા ' ની યથાર્થ પિછાન થાય. “મૂછ એ જ પરિગ્રહ છે' એવું તીર્થકર દેવનું કથન યથાર્થ છે એમ જે માને છે તે વસ્ત્ર–પાત્રની માયામાં ન પડે તો પછી દ્રવ્ય સંઘરવાની તો વાત જ કેવી ! “વેત એવી ખાદીમાં સજજ થયેલ એ સંતને ધર્મશાળાના એકાદ કમરામાં કેવળ ધર્મધ્યાનમાં કિવા લેખનકાર્યમાં એકાગ્રચિત્તે મગ્ન થયેલ નિરખો એટલે નિષ્કિચનતાનો ખરો ખ્યાલ આવે. ખપ કરતાં વધુ ઉપકરણ ન મળે, તેમ ન મળે કંઈ પેટીપટારા-માત્ર જોવા મળે છેડો ગ્રંથસંગ્રહ ! પણ એ પર મમત્વ ન મળે. એ પાછળ તો જ્ઞાનપ્રચારની દીર્ધદર્શિતા અને વિશાળ ભાવના કામ કરી રહી હતી. ખપી જનને એ વિનામૂલ્ય અપાતાં અને પ્રચારકને જોઇતા પ્રમાણમાં લઈ જઈ કોઈ દૂર દૂરના અંધારા પ્રદેશમાં એ દ્વારા જ્ઞાનકિરણોને પ્રકાશ ફેલાવવાની છૂટ હતી. તેઓના અંતરમાં પરમાત્મા શ્રી મહાવીર દેવના વચનોને વિશ્વભરમાં પ્રચારવાના કેડ હતા. પોતાને એ પર અટલ શ્રદ્ધા હતી. સ્વ
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy