SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ७ છૂટા છૂપાયા છે તેને એક સ્થાનકે કરવાની સૂચના માન્યવર પન્યાસ શ્રી પ્રીતિવિજયજી મહારાજે ઉપાડી લીધી, સદ્દગતનું સ્મારક કાયમ કરવા એક નાની વગદાર સમિતિ નીમી અને સદર સમિતિના પ્રયાસ અને મહારાજ શ્રી પ. પ્રીતિવિજયજીની પ્રેરણાનું પરિણામ આ ગ્રંથમાળા છે. આ ગ્રંથમાં પૂજ્ય સદ્ગતના અનેક લેખાને સંગ્રહ છે. આ પ્રમાણે એ લેખ સંગ્રહ ચાલુ રહેશે અને અનેક માસિક તથા સાપ્તાહિકમાંથી તેઓના પ્રકટ થયેલા લેખા એકઠા કરી જાહેર જનતા સમક્ષ અભ્યાસ માટે મૂકવામાં આવશે. એના વિષયવાર વર્ગીકરણ વિગેરેની અનુક્રમણિકાએ આપવામાં આવશે. લેખસંગ્રહને ઉપયેગી અને સુવાચ્ય કરવા માટે અનતી તજવીજ કરવામાં આવશે. આ પુસ્તકમાં આવેલ લેખાને અંગે એક વાત કરવાની ખાસ આવસ્યકતા છે. કેટલીક વાર સામાન્ય લાગતા વિચારાની પાછળ અદ્દભુત ભાવ ભરેલા હોય છે, કેટલીક વાર ભાષાના આડ ંબરમાં વિચાર તણાઈ જાય છે અને કેટલીક વાર ભાષાનું ઠેકાણું હેાતું નથી તેમજ વિષયની ૫ષ્ટતા હોતી નથી. આ ત્રણ પ્રકારને અંગે બારિકાથી અભ્યાસ કરતાં પૂછ્ય સન્મિત્રના લેખા પ્રથમ કક્ષામાં આવે છે. એમની ભાષાની સાદાઇ અને વિચારપ્રૌઢતા સાથે તેએથી એક પણ લેખમાં સાધ્ય ચૂકવ્યા નથી અને હેતુ વગરની એક પક્તિ પણ લખી નથી. એમની ગૃહસ્થ જીવન ઉચ્ચ કરવાની તમન્ના, આત્મપ્રગતિ સાધ્ય કરવાની રસજ્ઞતા અને જનતાનો વ્યવહાર ઉચ્ચ થવા સાથે પ્રાગતિક થાય તેની મા દર્શીતા પ્રત્યેક લેખમાં જણાઈ આવશે. પરોપકારપરાયણ જીવન, ધ્યાનધારામાં એકત્રિત થયેલ મન, સિદ્ધગિરિના સાનિધ્યમાં પ્રાપ્ત થયેલ વિશિષ્ટ ક્ષેત્ર, ખટપટ કે આડંબર વગરનું વિશિષ્ટ વર્ચસ્વ–આવી વિશિષ્ટ ભૂમિમાંથી જે વિચાર નીકળે તેમાં શું બાકી રહે ? એને લાભ આત્માર્થીને અવશ્ય થાય, જે મા ભૂલ્યા હાય તેને રસ્તે પણ જરૂર લઇ આવે. આ ષ્ટિએ આ સત્કાર્યનો જનતા સ્વીકાર કરી આ ગ્રંથરત્નોનો પૂરા લાભ લે એટલું ઇચ્છવામાં સ્નાપકાર અને સદ્દગત યાગીને યાગ્ય અજલી છે.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy