SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ સા. ખાંન– મં. બેગડો– બારોટ– ખાંન– બારોટ : બેગડો :– ચાંપાનેર શહેરના માનવંત નાગરિકો, તથા મહાજનો. જ્યાં દેશમાં ચારેબાજુ ના નાજુક હાલત હોય, ત્યાં માત્ર ચાંપાનેર શહેરનો જ. એકલો વિચાર કરવો તે તે ઠીક ન ગણાય. વળી એકલી રાજસત્તા, બધે જ પહોંચી શકે એ બનવા જોગ પણ નથી, એક | બીજાના સાચા હૃદયના સહકાર વિના જગતમાં કોઈપણ કાર્ય સરલ રીતે પાર , પડી શકતું જ નથી, તો આ બાબત વિચાર કરો કે આવા ગંભીર પ્રસંગે આપણે શું કરવું? અને શું ન કરવું? એ જ નિર્ણય પર આપણે આવવું જોઈએ. [ સર્વ ચૂપ-ચાપ-એકબીજા તરફ જોઈ, નીચે મોઢે વિચાર કરે છે, તે જોઈ....... બંબ પ્રત્યે ..... કેમ બંબ બારોટ? શું વિચાર કરે છે? ] વિધાતાની વિચિત્રતાનો. માગેલ સમય પૂરો થાય એ પહેલાં આવેલ કટોકટી ભરી પળનો. બારોટ! આમ ના ઉમેદ કેમ બની ગયા છો? જો તમારા કહેવા મુજબ વાણિયા, શાહ-બાદશાહની બરોબરી કરી શકે તેમ હોય તો ‘આ’ અવસર છે. આવા દે. ભયંકર દુષ્કાળમાં આખા ગુજરાતને એક વર્ષ સુધી મફત જમાડે અને જીવાડે. (હસતાં હસતાં.) જી...જી નામદાર? એમ જ થશે. (ગંભીરતાથી) બારોટ? જો એમ નહીં થાય તો યાદ રાખજો કે વાણિયાઓની “શાહ” અટક હંમેશને માટે છીનવી લેવામાં આવશે અને તેમને ફાંસીને માંચડે લટકાવવામાં આવશે. એ યાદ રાખજો. (નમ્રતાથી) કબૂલ છે, હજુર, ખાન તેમજ બેગડાનું નવું..] બંબ, બંબ? આ કઈ રીતની કબૂલાત આપી જીવનું જોખમ માથે લઈ રહ્યા છો? વગર વિચારે સાહસ કરી, બાદશાહ સામે આવી હોડમાં ઉતરવું, એ શું તમારા મનથી બાળકના ખેલ છે? ભાઈ મારા! આજે કંઈ અફીણનો નશો-બશો તો નથી કર્યો? કે આમ અમારી કોમવતી હોડ બકે છે? થવા કાળ થઈ ગયું. મુખનું વચન, મુખથી બાણ નીકળ્યું તે હંમેશને માટે નીકળી ચૂક્યું. દયાસાગર મહાજનો! મારી લાજ તમારે હાથ, તમારી લાજનો રક્ષક પ્રભુ. તે ભાઈ, એ તારો ભગવાન આમાં વચ્ચે આવી કરે શું? ભગવાન તો નિરંજન નિરાકાર છે. એની તો બધા ઉપર સત્કૃપા હોય છે, આ તો ભાઈ આપણે જ કમર કસવાની છે. બારોટ :– ચાંપસી – પાનાચંદ :– સોભાગ : બારોટ :– પાના :
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy